Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 10:59:18 PM IST
 

ચીન આ કારણોસર ઇચ્છે છે અરૂણાચલના ભાગલા

Jan 30, 2012 World
 
Tags:   India China India China Relation Arunachal Pradesh Dalai Lama comment     E-Mail     Print    
 
Viewed: 2345
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

ધર્મશાળા  30, જાન્યુઆરી

ચીન અને ભારતની વચ્ચે અરૂણાચલ પ્રદેશને લઇને ઘણાં દિવસોથી મતભેદ ચાલી રહ્યા છે. અરૂણાચલ પ્રદેશ વહેંચણીની સાથે જોડાયેલા મુદ્દાને લઇને બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે હાલમાં જ બે દિવસીય વાતચીત થઇ હતી. એક તરફ ચીન વાર્તાને સકારાત્મક ગણાવી રહ્યું છે, તો બીજી તરફ કેટલાંક એવા શબ્દો પણ બોલી રહ્યું છે જેનાથી સમજૂતીની તેની ઇચ્છા સ્પષ્ટ નહીં હોવાનો ખ્યાલ આવે છે. ચીને અરૂણાચલ પ્રદેશને લઇને ભારત પર દબાણ બનાવ્યું છે.

વાર્તા દરમિયાન ચીનના પ્રતિનિધિ ડાઇ બિંગૂએ ભારતના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનને કહ્યું કે, ભારત અરૂણાચલ પ્રદેશનો કેટલો ભાગ ચીનને આપવા માટે તૈયાર છે. ત્યારબાદ એ સવાલ ઉભો થાય છે કે ચીન અરૂણાચલ પ્રદેશના વહેંચણીને લઇને બેવડું વલણ અપનાવી રહ્યું છે. ચીન અરૂણાચલની વહેંચણી કરીને પોતાના ચાર હિત સાધવા ઇચ્છે છે.

ચીને 57 વર્ષ પહેલા 1955માં તિબ્બેટ પર ચઢાઇ કરી હતી ત્યારથી લઇને આજ સુધી તિબ્બેટ પર ચીનનું સામ્રાજ્ય છે. તિબ્બેટની ભૌગોલિક સ્થિતિની વાત કરીએ તો તે મધ્ય એશિયાની ઉચ્ચ પર્વત શ્રેણીઓની વચ્ચે કુનલુન અને હિમાલયના મધ્યમાં સ્થિત છે. અત્યારે ચીનથી તિબ્બેટનો રસ્તો જટિલ છે. બીજી તરફ તિબ્બેટની સીમા અરુણાચલ પ્રદેશથી લગતી છે. ચીન જો ભારતના દબાણથી આગળ અરૂણાચલ પ્રદેશને વહેંચવા માંગે છે તો ડ્રેગન માટે તિબ્બેટ જવાનો રસ્તો ઘણો સુગમ થઇ જશે.

તિબ્બેટના ધર્મ ગુરૂ દલાઇ લામાને ભારતમાં શરણ આપ્યા બાદ ચીન અનેકવાર ભારત પર દબાણ બનાવી ચૂક્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે ભારત અને ચીનની વચ્ચે તણાવનું દેખીતું કારણ તિબ્બેટ છે. તેઓનું માનવું છે કે જો ભારત સરકાર દલાઇ લામાને ભારતમાંથી કાઢી મુકે અથવા તિબ્બેટનો મુદ્દો છોડી દે, તો ભારત-ચીનના સંબંધો ફરીથી 'હિંદી ચીની ભાઇ ભાઇ'ની બુલંદીઓ પર પહોંચી જશે. ત્યારબાદ ચીન અરૂણાચલ પ્રદેશ ઉપરથી પોતાનો દાવો છોડી શકે છે. તેનાથી લાગે છે કે ચીન દલાઇ લામાને ભારતમાંથી બહાર કાઢવા માટે અરૂણાચલ પ્રદેશ પર દબાણની રાજનીતિ કામ કરી રહી છે. 

ચીન અરૂણાચલ પ્રદેશની ભાગલા પાડીને દુનિયામાં સરદાર બનવાનો સંદેશ આપવા ઇચ્છે છે. ચીન માઓના સમયથી વિશ્વ વિજયનું સપનું જોઇ રહ્યું છે. આખા દક્ષિણ એશિયામાં ભારત એક માત્ર એવો દેશ છે, જે પોતાના આકાર અને તાકાતને કારણે ચીનના એશિયા વિજય અભિયાનની આગળ દિવાલ બનીને ઉભું છે. એક તરફ દુનિયાને પોતાની તાકાત વધારવાની ઇચ્છા રાખે છે. ચીન ભારતની વિરૂદ્ધ પાકિસ્તાનને સહાયતા કરી રહ્યું છે.

ચીન સતત ભારતની સીમાઓ પર પોતાની નજર રાખી રહ્યું છે. ચીને ભારતને ઘેરવા માટે પાકિસ્તાન, નેપાલ, મ્યાનમાર અને બાંગ્લાદેશમાં એક ખાસ કૂટનીતિક અભિયાન ચલાવ્યું છે. પાકના ગ્વાદર બંદરગાહમાં નૌકાદળ અડ્ડો બનાવીને ચીને પોતાના નૌકાદળને હિંદ મહાસાગરમાં અને અરબ સાગરમાં ઘૂસણખોરી કરવાનો મોકો આપ્યો છે. ચીને આવો જ ખેલ નેપાલ અને મ્યાનમારમાં પણ રમ્યા છે. મ્યાનમારમાં ભારતીય સીમાઓની સાથે એર સ્ટ્રીપ્સ વિકસિત કરી છે. મ્યાનમારને દક્ષિણ સુધી સડક બનાવવામાં મદદ આપીને બંગાળની ખાડી અને હિંદ મહાસાગરમાં ભારત માટે નવી મુશ્કેલી ઉભી કરી દીધી છે. નેપાલમાં પણ ચીને ભારતની સીમાઓ સુધી સડકોની એવી વ્યવસ્થા કરી છે કે ચીની સેના ઉત્તરાખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળની સીમાઓ પર કેટલાંક કલાકોમાં પહોંચી શકે છે. ભારતીય રક્ષા નિષ્ણાતોને એ ચિંતા પણ છે કે ચીન સમય આવતા નેપાળ અને બાંગ્લાદેશના રસ્તા પર માત્ર 24 કિલોમીટર પહોળી ચિકન નેકને કાપીને ભારતના સાત ઉત્તર પૂર્વી રાજ્યોને ભારત કાપી શકે છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com