Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 12:50:37 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

આઉટસોર્સિંગ પર પ્રતિબંધથી નુકસાન થવાનો ભય : પ્રણવ

Jan 30, 2012 Business > Business News
 
Tags:   Pranab Mukherjee US Investment Power projects Chicago World Trade Organisation Protectionism Outsourcing of Jobs Barack Obama comment     E-Mail     Print    
 
Viewed: 2036
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

શિકાગો 30, જાન્યુઆરી

અમેરિકાના સંરક્ષણવાદી વલણથી ચિતિંત નાણાંમંત્રી પ્રણવ મુખર્જીએ સોમવારે કહ્યું કે જો અમેરિકા ભારતમાં આઉટસોર્સિંગની મદદથી રોજગારના અવસર પર પ્રતિબંધ લગાવે છે તો તેનાથી બંને દેશોની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચશે.

અમેરિકાની યાત્રા પર આવેલા મુખર્જીએ કહ્યું કે જો અમેરિકા ભારતમાં રોજગારની આઉટસોર્સિંગ પર પ્રતિબંધ લગાવે છે તો મહદંશે બંને અર્થવ્યવસ્થાઓ પ્રભાવિત થશે.

પોતાની બે દિવસની યાત્રાના અંતિમ દિવસે મુખર્જીએ કહ્યું કે તમામ દેશ પોતાની જરૂરિયાતો પ્રમાણે નીતિ અપનાવવાની વાતને લઇને આઝાદ છે. પરંતુ આ નીતિઓ સંરક્ષણવાદને પ્રોત્સાહન આપનાર હોવી જોઇએ.

તેઓએ કહ્યું કે વિશ્વ વેપાર સંગઠન (ડબલ્યુટીઓ) પણ વૈશ્વિક સ્તર પર વસ્તુઓ અને સેવાઓની મુક્ત હિલચાલ પર કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ હાલમાં જ અમેરિકામાં રોજગાર પેદા કરનારી કંપનીઓને કર રાહત પ્રદાન કરી અને વિદેશોમાં કામ કરનારી અને વિદેશોમાં કામ કરનારી કંપનીઓ પર વધારે ઋણ લગાવવાની ઘોષણા કરી છે.

તેઓએ કહ્યું, સંરક્ષણવાદથી તે દેશને જ ફાયદો નથી પહોંચતો, જે રસ્તા પર ચાલે છે. તેઓએ કહ્યું કે સંરક્ષણવાદથી બચવામાં ભલાઇ છે અને મને વિશ્વાસ છે કે દેશ આ રસ્તે આગળ નથી શકતો.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com