ઇસ્લામાબાદ 30, જાન્યુઆરી
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે અમેરિકામાં દેશના રાજદૂત રહી ચૂકેલા હુસૈન હક્કાનીને વિદેશ યાત્રાની સોમવારે અનુમતિ આપી દીધી છે. કોર્ટે વોશિંગ્ટન મોકલવામાં આવેલા ગુપ્ત સંદેશ મામલે તપાસ કરી રહ્યા છે, જે અંગે દાવા કરવામાં આવ્યા છે કે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ સંદેશમાં છેલ્લા વર્ષે અલકાયદા પ્રમુખ ઓસામા બિન લાદેનની હત્યા બાદ સૈન્ય તખ્તાપલટની આશંકા વ્યક્ત કરી હતી.
હક્કાનીના વકીલ અસ્મા જહાંગીરે પૂર્વ રાજદૂતને વિદેશ યાત્રાની અનુમતિ આપવાનો અનુરોધ કર્યો હતો. કોર્ટની 9 સભ્યોની ખંડપીઠે કહ્યું કે હક્કાનીને રજિસ્ટાર કાર્યાલયના વિવરણ ઉપલબ્ધ કરાવવાના રહેશે અને ચાર દિવસની સુચના પર પરત ફરવું પડશે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની મૂળના અમેરિકન વેપારી મંસૂર એજાજે છેલ્લા વર્ષે, અમેરિકામાં તત્કાલિન પાકિસ્તાની રાજદૂત હુસૈન હક્કાની અને પાકિસ્તાન સરકાર તરફથી તત્કાલિન અમેરિકન ચીફ ઓફ સ્ટાફ, જનરલ માઇક મુલેનને એક ગુપ્ત સંદેશ પહોંચાડવાનો દાવો કર્યો હતો.
ગુપ્ત સંદેશમાં કહેવામાં આવ્યું હતું કે અલકાયદા પ્રમુખ ઓસાબા બિન લાદેનને એબટાબાદ સ્થિત તેના ઠેકાણે અમેરિકન કમાન્ડોની ટુકડી દ્વારા માર્યા ગયા બાદ ઝરદારીના સૈન્ય તખ્તાપલટની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ગુપ્ત સંદેશના પ્રકાશમાં આવ્યા બાદ હક્કાનીએ રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ શેરી રહેમાનને તેમના સ્થાન પર અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
|