Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 10:50:50 AM IST
 

ઠંડીમાં વધારો થતાં હિમાળો માહોલ

Jan 31, 2012 Ahmedabad > Kheda-Anand
 
comment     E-Mail     Print    
 
Viewed: 409
Rate: 0
Rating:
Bookmark The Article

વલ્લભવિધાનગર, તા.૩૦

મધ્યુગુજરાત અને ચરોતરનુ હાડ થીજાવતી કાતિલ ઠંડીનું જોર છેલ્લા ચાર દિવસથી નરમ પડયા બાદ ગતરોજ રાત્રિથી પવનની તીવ્ર લહેરોએ પુનઃ હિમાળા માહોલનું નિર્માણ કરતા જનજીવન ઉપર અસર વર્તાઇ રહી છે. સતત ધુમ્મસભર્યો માહોલ, સૂર્ય સ્નાનની આવશ્યકતા અને ઉષ્ણતાપ્રેરક પોશાકો અને ઉષ્ણ પીણા, વ્યંજનોના સહારે શરીરમાં શીતળતા ભરવા મથતા રહીશોમાં શિતળઋતુનો મિજાજ દૃષ્ટિગોચર થઇ રહ્યો છે.

  • છેલ્લા ચાર દિવસથી નરમ પડેલુ હવાનું જોર ગઇકાલથી વધતા જનજીવન પ્રભાવિત

આ અંગેની મળતી પ્રાપ્ત માહિતી અનુસાર ચરોતર પંથકમાં જાન્યુઆરીના પ્રથમ પખવાડિયામાં ગાત્રો થીજાવતી ઠંડીએ રહીશોને કાતિલ શિયાળાની અનુભૂતિ કરાવી હતી. મોડીસાંજ તેમજ વહેલી પરોઢ ઉપરાંત દિવસ દરમ્યાન અનુભવાતી શીતલહેરોએ રહીશોને ગરમ વસ્ત્રો, ગરમ પીણાં, ઉષ્ણ વ્યંજનોના સહારે શીતળઋતુનો પ્રતિકાર કરવા મજબૂર કર્યા હતા. જોકે છેલ્લા ચાર દિવસથી પવનની જોર નરમ પડતા રહીશોને કાતિલ ઠંડીથી રાહત મળી હતી. પરંતુ ગતરોજ રાત્રિથી પવનોની ગતિમાં પુનઃ વધારો થતાં સમગ્ર ચરોતર પંથક શિયાળુઋતુના કાતિલ કહેર નીચે આવ્યું છે. આણંદ-વિદ્યાનગરમાં ગતરોજ સવારના સુમારે પવનની ઝડપ ૪.૩ પ્રતિ કલાક કિમી હતી. જેમાં બપોર બાદ વધારો સર્જતા રહીશોને શિયાળાના રૌદ્ર સ્વરૂપનો અનુભવ થયો હતો. દિવસ દરમ્યાન પવનોની શીતલહેરોને કારણ રહીશોને સ્વેટર, મફલર, જેકેટ, સ્કાર્ફ, દુપટ્ટા,ટોપી હેન્ડ સોક્સ-લેગ સોક્સમાં લપેટાઇને પોત-પોતાના મકાનોમાં પુરાઇ રહેવાની ફરજ પડી હતી. તો બીજી તરફ સતત ઠંડકભર્યા માહોલ અને હવાની તીવ્ર લહેરોથી બચવા સૂર્યસ્નાનની અનિવાર્યતા વર્તાઇ રહેતા સવારના કુણા-હૂંફાળા તડકામાં ઉષ્મા મેળવતા રહીશોમાં કાતિલ શિયાળાનો મિજાજ દૃષ્ટિગોચર થઇ રહ્યો હતો. જોકે આગામી દિવસોમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહીને પગલે વયોવૃદ્ધો,નબળુ સ્વાસ્થ્ય ધરાવતા રહીશોમાં નિરાંત વર્તાઇ રહી છે.

તીવ્ર પવનોને લઇને ઠંડી ફીલ થઇ રહી છે. : હવામાન અધિકારી

ચરોતરમાં પવનોની તીવ્ર ગતિ અને ઠંડીના પ્રમાણ અંગે આણંદ કૃષિ યુનિના હવામાન વિભાગનો સંપર્ક કરતા અધિકારીએ જણાવ્યું હતું કે ઉષ્ણતામાનમાં ઘટાડો થયો ન હોઇ ઠંડીનું પ્રમાણ યથાવત રહેવું જોઇએ, પરંતુ પવનોની ગતિ વધતા ઠંડી ફીલ થઇ રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

સોમવારના હવામાનની સ્થિતિ
ઉચ્ચત્તમ
૨૬.૪ ડિગ્રી સેન્ટીગ્રેડ
લઘુત્તમ
૯.૨ ડિગ્રી સેન્ટીગ્રેડ
ભેજના ટકા
૭૧
પવનની ઝડપ
૪.૩ પ્ર.ક. કિ.
સૂર્યપ્રકાશ
૯.૫ કલાક
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com