Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 12:55:55 PM IST
 

સાબરકાંઠામાં ફટાકડાના ભાવમાં ૩૦ ટકા વધારો

Oct 12, 2011 Ahmedabad > Sabarkantha
 
Tags:   Diwali 2011 comment     E-Mail     Print    
 
Viewed: 1430
Rate: 0
Rating:
Bookmark The Article

બાયડ, તા.૧૧

સાબરકાંઠા જિલ્લામાં દિપાવલીનું પર્વ નજીક આવતાં ફટાકડા બજારમાં વિવિધ પ્રકારના ફટાકડાંના ઢગ ખડકાઈ રહ્યા છે ત્યારે આ વર્ષે ફટાકડાના ભાવમાં ર૦ થી ૩૦ ટકાનો ભાવ વધારો ઝીંકાતાં દિવાળી અગાઉ ભાવ વધારાના ભડાકા સંભળાઈ રહ્યા છે. જિલ્લામાં દર વર્ષની જેમ ફટાકડાંની આતશબાજીથી દિપાવલીનું પર્વ ઉજવાનારૂ હોવાથી ભાવ વધ્યા હોવા છતાં આ વખતે જિલ્લામાં રૂ.૧ કરોડના ફટાકડાંનો વેપાર થવાનો અંદાજ વેપારીઓ રાખી રહ્યા છે.

  • દિવાળી અગાઉ ભાવ વધારાનો ભડાકો

જિલ્લામાં દિવાળીના આગમનની છડી પોકારાઈ રહી છે અને જેમ દિવસો નજીક આવતા જાય છે તેમ બજારોમાં દિવાળીની રોનક દેખાવા લાગી છે. જિલ્લામાં ફટાકડાંના વેપારીઓએ સારા વેચાણની આશા સાથે દુકાનોમાં ફટાકડાંનો મોટો જથ્થો સ્ટોક કરી લીધો છે અને ધીરે ધીરે ફટાકડાના વેચાણની હાટડીઓ પણ શરૂ થઈ ગઈ છે ત્યારે આ વખતે ફટાકડાના ભાવમાં ર૦ થી ૩૦ ટકાનો ભાવ વધારો ઝીંકાતાં તારામંડળથી માંડી મોટા ધડાકા પણ મોંઘા થઈ ગયા છે. જિલ્લામાં મોટા ભાગના વેપારીઓ દારૂખાનું બનાવવા માટે જાણીતા એવા શીવાકાશીથી ફટાકડાનો જથ્થો મંગાવતા હોવાથી આ વખતે ટ્રાન્સપોર્ટેશનમાં પણ ભાવો વધ્યા હોવાથી તેની સીધી અસર ફટાકડાના ભાવ ઉપર દેખાઈ રહી છે. જ્યારે ફટાકડા બનાવવામાં જરૂરી એવા કાચા મટીરીયલ્સમાં પણ ભાવો વધ્યા હોવાથી દિપાવલી અગાઉ જ ફટાકડાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે અન્ય તહેવારોની જેમ દિપાવલીના પર્વને મોંઘવારીનું ગ્રહણ લાગતું નથી અને હવે રાજ્ય સરકારે તેના કર્મચારીઓને બોનસ અને પગાર આગામી ર-૩ દિવસમાં જ ચૂકવી દેવાની જાહેરાત કરી છે ત્યારે તેની સીધી અસર દિવાળીની ખરીદી ઉપર અચૂક દેખાશે તેવું વેપારીઓ બોલી રહ્યા છે. જિલ્લામાં અત્યારથી જ પર્વનો ઉત્સાહ દેખાતો હોય તેમ ફટાકડાની માંગમાં દિવસે-દિવસે વધારો થતો જાય છે અને આ વર્ષે ભાવ વધ્યા હોવા છતાં દિપાવલીના પર્વ નિમિત્તે જિલ્લામાં રૂ.૧ કરોડના ફટાકડાનો ધુમાડો થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com