Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 03:27:08 AM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

દીપાવલી પર્વને અનુલક્ષીને બજારમાં નવા માલો ઠલવાયા

Oct 12, 2011 Ahmedabad > Mehsana
 
Tags:   Diwali 2011 comment     E-Mail     Print    
 
Viewed: 1146
Rate: 0
Rating:
Bookmark The Article

ઊંઝા,તા.૧૧

દિપાવલી પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઊંઝા શહેરમાં તેની ઉજવણી સંદર્ભે વિવિધ ચીજોની ખરીદી તેમજ ઘર મકાનની સાફસૂફી રંગરોગાનનું કામકાજ શરૂ કરાયેલ છે.

દર વર્ષે દિવાળીના તહેવારની ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવણી થાય છે. ત્યારે આ વર્ષે પણ દિવાળીના પર્વને આડે આંગળીને વેઢે ગણાય તેટલા દિવસો બાકી રહ્યા હોઈ શહેરીજનોએ દિપાવલીની ઉજવણી માટેની તૈયારીઓ આરંભી છે. દિવાળી પર્વને અનુલક્ષીને બજારમાં નવા માલો ઠલવાયા છે. આ સાથે ધીમે ધીમે ઘરાકી પણ વધવા લાગી છે. લોકો ખાદ્યચીજો, ઈલેક્ટ્રોનિક્સની ચીજો, કપડાં, પગરખાં વગેરેની જરૂરીયાત મુજબની ખરીદી કરવા માંડયા છે. આ ઉપરાંત ઘર,મકાન, દૂકાનની સાફસૂફી, વાસણોની સફાઈ તેમજ રંગરોગાનનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. સરકારી કર્મચારીઓને દિવાળી પૂર્વે પગારની ચૂકવણી તેમજ ફિક્સ પગારમાં કરાયેલ વધારાને પગલે કર્મચારીઓ ખુશ થયા છે. દરમિયાન બજારમાં દિવાળી નિમિત્તે મીઠાઈઓની દૂકાનો, નાસ્તાગૃહો,ફરસાણ હાઉસોમાં અવનવી મીઠાઈઓ, ફરસાણ બનાવવાનું શરૂ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ફટાકડાની નવી નવી વેરાઈટીઝ પણ આવી છે. આ વર્ષે મીઠાઈ,ફરસાણ,કપડાં,ફટાકડા, પગરખાં,ઈલેક્ટ્રોનિક્સની ચીજો વગેરેના ભાવોમાં ર૦ થી ૩પ ટકા સુધીનો વધારો થયો છે. આ કારમી મોંઘવારીની અસર સૌ કોઈને થશે પરંતુ સૌથી વધુ અસર ગરીબ માનવીઓ પર પડશે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com