Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 10:01:13 AM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

દિવાળીના ટબુકડા દીવા જેવા રેન્ડમ થોટ્સ

Nov 01, 2011 Supplements > Ardha Saptahik
 
Tags:   Diwali 2011 comment     E-Mail     Print    
 
Viewed: 1163
Rate: 0
Rating:
Bookmark The Article

યંગિસ્તાન - ભાવિન અધ્યારુ

દિવાળી આવે અને કેટલાક વિચારો ફરીથી મનને ઢંઢોળવા આવી ચઢે. આ દિવાળીએ એવું શું નવું કરીશું જે ક્યારેય નથી કર્યું? સરકારી કર્મચારીઓ એલટીસીનો લાભ લઈ આ વખતે કોઈ નવું ડેસ્ટિનેશન ‘પતાવી દઈશું’ કહી રિઝર્વેશન કરાવી તૈયાર હોય છે, તો ગૃહિણીઓ ઘરમાં સાફસૂફી, પેલા અભેરાઈ પર પડેલાં અને વર્ષમાં એક જ વાર નીચે ‘લેન્ડકરાતાં વાસણો સાફ કરવામાં બિઝી થઈ જાય અને પતિદેવને કહે કે જુઓને લોભ ના કરો આ જો ઘરને રંગરોગાનની જરૂર છે, કરાવી નાખીએ કલર કહું છું! તો ટેણિયાઓ એડવાન્સમાં જ રોલ અને ટીકડીઓ (સૌરાષ્ટ્રમાં જેને ચાંદલિયા કહે છે!) ફોડવા માંડી દિવાળીની આહટ અપાવે.

દિવાળી છેલ્લાં કેટલાંક વર્ષોથી તહેવાર મટી માર્કેટિંગનું ટૂલ બની શોપિંગ ફેસ્ટિવલ બની ગયો છે એવું કહીએ તો એમાં કોઈ અતિશયોક્તિ નથી. અગિયારસ આવે એ પહેલાં નવાં કપડાં, એક્સેસરીઝ, જૂતાં-ચપ્પલ વગેરેની ખરીદી. ડેબિટ કે ક્રેડિટ કાર્ડ ઘસાવાની સાથે સાથે આખીયે સેલેરી પણ ઘસાઈ જાય! એમાં પાછું હવે ઘરમાં જૂના સીઆરટી કલર ટીવી હોય તો એ બદલી ને એલસીડી કે એલઈડી લેવામાં આવે. વસ્તુની જરૂર મોલની અંદર પગ મૂકીએ કે ના હોય તો પણ ઊભી થવા લાગે. જેમ કે બધું જ હપ્તેથી મળતું હોઈ હોમ થિયેટર, ઓવન, સ્માર્ટ ટીવી, કિચન અપ્લાયન્સીસ વગેરે વગેરે ખરીદાઈ જાય. ક્યારેક એવો વિચાર આવે કે એક વાર આ વસ્તુઓ ઘેર આવી ગયા પછી ખરેખર કેટલી વાર વાપરવાની પણ હશે? છેલ્લે ક્યારે નિરાંતે સંગીત સાંભળેલું કે પછી ટીવી પર કોઈ સારો પ્રોગ્રામ કે ફિલ્મ જોવાનો ટાઈમ મળેલો?

દિવાળી પર મોટે ભાગે હવે ઘરે-ઘરે તૈયાર મિઠાઈઓના ડબ્બા આવવા લાગ્યા હોઈ પહેલાં જે પૂરી-મોહનથાળ-ઘૂઘરા-ચકરી બનતા એ હવે બંધ થયા છે. દૂધ-માવા-તેલ વગેરેના ભાવ ખૂબ વધુ હોવા છતાં લોકો સમયના અભાવે મીઠાઈ ૫૦૦થી ૭૦૦ રૂપિયા કિલો હોવા છતાં ખરીદે છે અને ખાતા થયા છે. સૌરાષ્ટ્ર બાજુ તો દિવાળી પર ત્યાંના નવાબ શાસનની યાદ એવી ટેવ અને વારસા મુજબ દિવાળી પર આકાશમાં પતંગ ચગતાં જોવા મળે છે! માનવામાં ન આવતું હોય તો દિવાળી પર જૂનાગઢ-રાજકોટ કે જામનગર બાજુ આંટો મારી લેવો!

દિવાળીનો બીજો એક આસ્પેક્ટ છે ફિલ્મ્સ! છેલ્લાં ૧૫-૨૦ વર્ષોથી એક ચલણ છે કે દર દિવાળીએ એક સાથે બે કે ત્રણ મોટા બજેટની ફિલ્મો રિલીઝ થાય જ. એમાં પણ પહેલાં તો જોહરના ધર્મા પ્રોડક્શન અને યશરાજ ફિલ્મ્સનો જ દબદબો રહેતો હોઈ એકદમ ચળકતી વિદેશના લોકેશનવાળી અને માત્ર એનઆરઆઈઓ માટે બનતી સ્યુગર કોટેડ ફિલ્મો જ રિલીઝ થતી અને હિટ સાબિત કરી દેવામાં આવતી. ફેસ્ટિવલ મૂડમાં આપણે ત્યાં એમ પણ લોકો સિંગલ સ્ક્રીનમાં લાઈન લગાવતા અને રજાઓમાં આ ફિલ્મો નબળી હોવા છતાં હિટ થઈ જતી. ધીમે ધીમે મલ્ટિપ્લેક્સ આવતા હવે બીજી લો-બજેટ ક્રિએટિવ ફિલ્મો પણ બને છે અને રિલીઝ થાય છે. આ વખતે પણ દેખાવમાં કંઈ બહુ ખાસ ન લાગતી શાહરુખની રા.વન આવી રહી છે જેના પર ૧૭૦ કરોડનો ખર્ચો કર્યાના અહેવાલ પીઆર બેઈઝ પર છપાતા રહે છે.

ગામડાંઓ હોય કે મોટાં શહેરો, યાદ છે દિવાળી નજીક આવે અને સલૂન પર જઈ જુવાનિયાઓ વાળમાં મેંદી અને ચહેરા પર ફેસિયલ કરાવે, તો હવે અમદાવાદ જેવાં શહેરોમાં છોકરીઓ દિવાળી વખતે આઠથી દસ હજાર જેવી રકમ વાળ સ્ટ્રેઈટ કરાવવામાં અને મોઢા પર ભાત ભાતની ટ્રીટમેન્ટ કરાવવામાં ખર્ચે છે. દિવાળી પર જે નામ આપો પણ આપણે ત્યાં લોકોમાં ખૂબસૂરત દેખાવાની એક અજીબ તરસ જાગે છે. તો પણ ગુજરાતી છોકરીઓ હોલ્ટર બ્રા કે પછી નોર્મલ લેગિંગ કે ઓફશોલ્ડર ટોપ સિવાય ખાસ કંઈ ડ્રેસિંગ સ્ટાઈલમાં ફર્ક નથી લાવતી. ઘણી છોકરીઓ માત્ર દિવાળી વખતે જ સાડી ધારણ કરવાનો આગ્રહ રાખતી હોય છે! છોકરાઓ બહુ મોહમાયા ન રાખી જિન્સ કે ફોર્મલ્સમાં જોવા મળે છે, એમાં પણ પરિણીત હોય તો પત્નીની પસંદનાં કપડાં જ પહેરતા હોય છે!

ગુજરાતી વડીલો આમ તો નવરાત્રિ આવતાંની સાથે જ એકદમ ‘ધાર્મિક-મોડ’માં આવી જઈ ઉત્સાહમાં હોય છે, શ્રાદ્ધ પત્યા પછી અષ્ટમીના નૈવેદ્ય, દશેરાની પૂજા પછી દિવાળીની પૂજા. લક્ષ્મીપૂજા અને દિવાળીના દિવસે ચોપડાપૂજન સિવાય દરેક ગુજરાતી ઘરોમાં પગે લાગવાનો અને સાથે દૂધપાક-ઊંધિયું જમવાનો રિવાજ પણ ખરો. આ લખનારને કાળીચૌદસે કકળાટ કાઢવાની કરવામાં આવતી વિધિથી કોઈ પ્રોબ્લેમ નથી પણ હા, જે રીતે રસ્તાઓ વચ્ચે પાણીથી સર્કલ બનાવી વડાં ફેંકવામાં આવે અને કાળું કપડું બાંધેલા નાળિયેર રાખવામાં આવે એ કેવા રીતિરિવાજ અને વિધિઓ?

દિવાળીની રાત્રે જ્યારે ખૂબ બધા ફટાકડાઓથી આકાશ ચમકી અને ગુંજી ઊઠે ત્યારે ગરીબ છોકરાંઓ અને ખૂબ બધાં ઝુંપડાંઓને જોઈ મન નિરાશાઓથી ભરાઈ જાય. પણ આપણા દેશમાં આ કાયમની આયરની છે. દિવાળીમાં કોર્પોરેટ્સને બાદ કરતા લાભ પાંચમ સુધી બજારો બંધ રહે છે, પ્રોડક્ટિવિટી શૂન્ય બને છે. ખેર, નેગેટિવ થોટ્સ ને કન્સિડર ન કરીએ તો દિવાળી વધુ એક સારા વર્ષની હોપ આપે છે, એક જસ્બો આપે છે જે ખૂબ બધા સ્ટ્રેસ અને ફ્રસ્ટ્રેશનની વચ્ચે પણ ગેલેરીમાં એક કંડીલ અને લાઈટની સિરીઝના રૂપમાં પ્રકાશ અને આશા લાવે છે. મુંબઈની લોકલ ટ્રેઈનમાં દિવાળીના દિવસોમાં રાત્રે નીકળીએ ત્યારે ગોરેગાંવથી મીરા રોડ અને ભાયંદરથી નાળા સોપારા વાળી સેન્ટ્રલ કે હાર્બર લાઈન પર આસપાસનાં ઝૂંપડાંઓ પર કંડીલ કેવા અડીખમ ઝબૂકતા હોય છે.

દરેક દિવાળી હંમેશાં એક સબક આપતી જાય છે કે ખુશી એ પર્સમાં રહેલા તગડી લિમિટવાળા ક્રેડિટ કાર્ડથી નથી ખરીદાતી પણ એ નાની નાની મોમેન્ટ્સ, ફેમિલી સાથેના એક ડિનર, દોસ્તો સાથેની એક લાંબી ગોષ્ઠી કે પછી કોઈ હિલ સ્ટેશન પર ડરતા ડરતા પીધેલી એક વાઇનના પેગમાં છુપાયેલી હોય છે. લાભ પાંચમ પછી ફરીથી રૂટિનમાં પરોવાઈ જઈશું, થોડો આપણી જાત માટે ટાઈમ કાઢીએ અને હેલ્ધી રહીએ એવા મસ્ત મજાના સતરંગી રિઝોલ્યુશન્સ સાથે દિવાળીની ખૂબ બધી ર્હાિટલી વિશિઝ દોસ્તો.

પાઈડ પાઈપર

I am the entertainer, And I know just where I stand:

Another serenader, and Another Long-haired band.

Today I am your hearts. But I know the game,

you will forget my name, and I won’t be here

In Another year, If I don’t stay on the charts.

- વિખ્યાત અમેરિકન કમ્પોઝર બિલી જોએલનું રિયાલિસ્ટિક ગીત                                       bhaween.smarty@gmail.com

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com