સુરત, તા. ૩૦
રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. ૫મીના રોજ લેવાનારી ગુજકેટમાં સુરતમાં સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ૧૪,૦૭૪ વિદ્યાર્થીઓ નોંધાયા છે. બોર્ડની વાર્ષિક પરીક્ષાની માફક આ એન્ટ્રેન્સ ટેસ્ટમાં પણ વિદ્યાર્થીઓ સાથે સુરત અગ્રેસર રહેવા પામ્યું છે.
- કુલ ૯૮૨૮ ‘એ’, ૩૮૮૧ ‘બી’ અને ૩૬૫ વિદ્યાર્થીઓ ‘એબી’ ગ્રૂપમાં
- આહવા અને વ્યારામાં બી-ગ્રૂપ મેળવનારની સંખ્યામાં વધારો
જેમાં અમદાવાદ શહેરમાં ૧૨,૧૭૬ અને ગ્રામ્યમાં ૪૬૦૨ વિદ્યાર્થીઓ અલગ પાડી દેવાયા બાદ વડોદરામાં આ સંખ્યા ૮૭૧૫ અને રાજકોટમાં ૧૧૫૧૪ વિદ્યાર્થીઓ પરીક્ષામાં નોંધાયા છે. આ જોતા જો અમદાવાદ શહેર અને જિલ્લો અલગ પાડી દેવાયા બાદ હાલમાં સુરતમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે આશ્ચર્યજનક રીતે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારના આહવા અને વ્યારામાં બી-ગ્રૂપના વિદ્યાર્થીઓની સંખ્યા વધવા પામી છે.
સુરતમાં આ પરીક્ષામાં એ-ગ્રૂપમાં ૯૮૨૮, બી-ગ્રૂપમાં ૩૮૮૧ અને ૩૬૫ વિદ્યાર્થીઓએ બંને ગ્રૂપમાં પરીક્ષા આપવાનું પસંદ કર્યું છે. જ્યારે સુરતમાં આ પરીક્ષામાં યુવકની સંખ્યા વધારે રહી છે જેમાં કુલ ૯૫૧૮ યુવક અને ૪૫૫૬ યુવતીઓ પરીક્ષા આપશે.આ પરીક્ષા સુરતમાં ૩૭ બિલ્ડિંગોમાં ૭૧૧ બ્લોકમાં લેવાશે અને દસ બ્લોકનું એક યુનિટ ધ્યાનમાં લેતા ૬૪ યુનિટમાં પરીક્ષાના આયોજનોને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના અન્ય સેન્ટરોમાં વલસાડમાં કુલ ૪૪૧૪, નવસારીમાં ૩૮૯૩ અને વ્યારામાં ૯૭૮ અને આહવામાં ૩૦૪ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં આશ્ચર્યજનક રીતે આહવામાં એન્જિનિયરિંગની સરખામણીમાં બાયોલોજી ગ્રૂપ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે, આહવામાં ૧૭૪ વિદ્યાર્થીઓએ ‘બી’ અને ૧૨૭ વિદ્યાર્થીઓએ ‘એ’ ગ્રૂપની પસંદગી કરી છે આવી જ રીતે વ્યારામાં પણ બી-ગ્રૂપના વિદ્યાર્થીઓની સંખ્યામાં ખાસ્સો એવો વધારો થયો છે અને બી-ગ્રૂપમાં ૪૪૦ તેમજ એ-ગ્રૂપમાં ૫૩૫ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ સંખ્યામાં વધારો વિદ્યાર્થીઓમાં બાયોલોજી ગ્રૂપ પ્રત્યે વધી રહેલા આકર્ષણ તરફ ધ્યાન કેન્દ્રીત કરે છે. વ્યારામાં તો વિધાર્થિનીઓની સંખ્યા પણ ખાસ્સી એવી વધારે ૪૭૭ જેટલી રહી છે.
દક્ષિણ ગુજરાતના કેન્દ્રોની સંખ્યા
|
કેન્દ્ર
|
કુલ
|
એ-ગ્રૂપ
|
બી-ગ્રૂપ
|
એબી-ગ્રૂપ
|
|
સુરત
|
૧૪૦૭૪
|
૯૮૨૮
|
૩૮૮૧
|
૩૬૫
|
|
વલસાડ
|
૪૪૧૪
|
૩૦૫૨
|
૧૩૩૯
|
૨૩
|
|
નવસારી
|
૩૮૯૩
|
૨૬૭૫
|
૧૨૧૩
|
૫
|
|
આહવા
|
૩૦૪
|
૧૨૭
|
૧૭૪
|
૩
|
|
વ્યારા
|
૯૭૮
|
૫૩૫
|
૪૪૦
|
૩
|