સુરત, તા. ૩૦
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિર્વિસટીમાં સ્નાતક કક્ષાની સરકારી અને ગ્રાન્ટેડ ૮૧ કોલેજો ઉપરાંત ૧૪૧ સ્વનિર્ભર કોલેજો સહિત ડિપાર્ટમેન્ટો અને અનુસ્નાતક સ્વનિર્ભર કોલેજોનો રાફડો ફાટયો હોવા છતાં કર્મચારીઓની ઘટતી જતી સંખ્યા ચિંતાનો વિષય બની રહ્યો છે.
- છઠ્ઠા પગાર પંચ બાદ સરકારે ૧૩૩ જગ્યા બાદ કરતા મુશ્કેલી વધી
હાલમાં યુનિર્વિસટીનો કુલ મંજૂર થયેલા મહેકમ વહીવટમાં ૪૪૩ અને ટિચિંગમાં ૧૩૧ મંજૂર જગ્યાઓનો છે, પરંતુ વર્ષ ૨૦૧૨માં જ ૧૭ અને ૨૦૧૧માં ૨૦ વિદ્યાર્થીઓ મળીને છેલ્લા પાંચ વર્ષથી પ્રતિ વર્ષ સરેરાશ ૧૫ કર્મચારીઓ નિવૃત્ત થઈ રહ્યા હોય હાલમાં કર્મચારીઓની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે.
કોલેજો અને વિદ્યાર્થીઓની સંખ્યાની સાથે કામનું ભારણ વધવાની સાથે કર્મચારીઓની સંખ્યા ઘટી રહી છે જ્યારે દૂકાળમાં અધિક માસની ઉક્તિની માફક છઠ્ઠા પગાર પંચનો અમલ કર્યા બાદ સરકારે સિંગલ ગણી શકાય એવી ૧૩૩ જગ્યાઓ મહેકમમાંથી બાદ કરી દીધી છે. આ જગ્યાઓ જતી રહેતા આગામી બે વર્ષમાં જૂનો તમામ સ્ટાફ નિવૃત્ત થવાને કારણે યુનિર્વિસટીમાં વહીવટી શૂન્યાવકાશ સર્જાશે એમાં બે મત નથી.મહત્ત્વની બાબત એ છે કે, સેનેટમાં દીપક આફ્રિકાવાળાએ રજૂ કરેલા બજેટમાં સ્વનિર્ભરના બજેટની આર્િથક હાલત તગડી હોવાનુ પુરવાર થઈ રહ્યું છે ત્યારે કોલેજોનો કાન આમળતી યુનિર્વિસટીએ પોતાના સ્વનિર્ભરના હેડના કર્મચારીઓ પણ અલગથી નિમવા જોઈએ એવું ચિત્ર ઉપસી રહ્યું છે. આ સ્વનિર્ભરની આવક બાર કરોડ અંદાજવામાં આવી છે અને ખર્ચ ફકત પાંચ કરોડ દર્શાવાયો છે ત્યારે આ હેડમાંથી શા માટે કાયમી કર્મચારીઓ નિમવામાં આવતા નથી એ બાબત જરૂર તંત્રવાહકોની ઉદાસીનતા ચાડી ખાય છે. આ ઉપરાંત સેનેટના પ્રશ્નોમાં બહાર આવેલી વિગતોમાં યુનિર્વિસટી તંત્રની અવળી ગંગા સુધરતા બી.આર.એસ.ના વિદ્યાર્થીઓનો એક આખો બેચ બહાર પડી ગયા બાદ તેની ડિગ્રીનો સ્ટેટચ્યૂટમાં સમાવેશ થતા વિદ્યાર્થીઓએ ડિગ્રી મેળવવા માટે વધુ એક વર્ષ રાહ જોવી પડશે.