મુંબઈ 31, માર્ચ
અભિનેતા અનિલ કપૂર જણાવે છે કે તેમનાં મિત્ર અને ફિલ્મ નિર્દેશક વિધુ વિનોદ ચોપરાએ હિન્દી ફિલ્મ ઉદ્યોગને 'પરિંદા', 'મુન્નાભાઈ એમબીબીએસ' અને 'થ્રી ઈડિયટ્સ' જેવી સફળ ફિલ્મો આપી છે, પરંતુ દર્શકોએ તેમનું સૌથી સારું કામ હજુ જોયું નથી.
અનિસ કપૂરે જણાવ્યું હતું કે, "મારા ખ્યાલથી હજુ વિધુનું શ્રેષ્ઠ પરફોર્મન્સ હજી બાકી છે. હું જાણું છું કે વિધુ પોતાના કામ પ્રત્યે ખૂબ જ ગંભીર છે અને તેમની ફિલ્મની દ્રષ્ટિ પણ કંઈક અલગ છે. જે મુજબ તેમનું શ્રેષ્ઠત્તમ કામ તો હજુ દર્શકો સુધી પહોંચવાનું બાકી છે."
વિધુએ ફિલ્મ જગતમાં લગભગ ત્રણ દાયકા પૂરા કર્યાં છે. જે પ્રસંગે વિધુએ પોતાની આગામી ફિલ્મને પ્રદર્શિત કરવાનો વિચાર કર્યો છે. વિધુની પહેલી ફિલ્મ 'પરિંદા' હતી, જેમા અનિલ કપૂર અને માધુરી દીક્ષિતે કામ કર્યું હતું. હાલમાં વિધુ વિનોદ પોતાની આગામી ફિલ્મ 'ફરારી કી સવારી' નું કામ કરી રહ્યાં છે.