Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 05:27:36 PM IST
 

...અહીં માત્ર નવરાત્રિના છેલ્લા દિવસે દર્શન આપે છે ‘મા’

Mar 31, 2012 Offbeat
 
Tags:   Religion Chaitra Navratri Astrology Hindu Slogan Fast Spiritual Kanpur Chinnamastika mata comment     E-Mail     Print    
 
Viewed: 3890
Rate: 4.3
Rating:
Bookmark The Article

ઉજ્જૈન, તા. 31

હાલ ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે ત્યારે માતાના દર્શન, અનુષ્ઠાન અને ભક્તિ કરીને ભાવિકો ધન્ય થતાં હોય છે. જો કે શાસ્ત્રોક્ત ધારણા પ્રમાણે ચૈત્રી નવરાત્રિ શુદ્ધ અને પવિત્ર છે. શક્તિની દેવી દુર્ગાના દર્શન અને આરાધના માટે સમયનું બંધન નથી પરંતુ ઉત્તર પ્રદેશનના ઔદ્યોગિક નગરી કાનપુરમાં એક મંદિર એવું છે જ્યાંના દ્વારા સમગ્ર વર્ષમાં માત્ર નવરાત્રિના અંતિમ ત્રણ દિવસોમાં ભાવિકો માટે ખોલવામાં આવે છે.

શહેરના મધ્યમાં ભીડભાડ વાળા કોતવાલી ક્ષેત્રની નજીક શિવાલયમાં સ્થિત છિન્નમસ્તિષ્કા દેવી મંદિરના દ્વાર વર્ષમાં આવતી બે નવરાત્રિ એક તો ચૈત્રી નવરાત્રિ અને  બીજી આસો સુદ નવરાત્રિના અંતિમ ત્રણ દિવસો શ્રદ્વાળુઓ માટે ખોલાય છે. ચૈત્ર નવરાત્રિના સાતમના રોજ અહીં માતાજીના મંદિરના કપાટ ખોલાય છે. અહીં મા પાર્વતીના રૂપમાં સ્થિત દેવીની પ્રતિમા ધડવિહીન છે જ્યારે તેમાંથી નીકળનારી લોહીની ત્રણ ધારા તેની સહચરીઓની તરસ પૂર્ણ કરતી જોવા મળે છે.
 
મા વિંદ્યવાસિની તમામ મનોકામના પૂર્ણકરનારી
હિંદુ શાસ્ત્રો પ્રમાણે સૃષ્ટિ નિર્માણની અભિલાષા મનમાં રાખનાર મા પાર્વતીએ એક દિવસે બે સહચરીઓ ડાકિની અને વર્ણીનીની સાથે મંદાકિની નદીમાં સ્નાન કરી રહી હતી તે દરમિયાન તેમને રતિ અને કામદેવને સહવાસ ક્રિડા કરતા જોયા. આ જોઈને મા તથા તેમની સહચરીઓનાં કંઠ અચરજને લીધે સુકાઈ ગયાં આ જોઈને માતા પાર્વતીએ પોતાના નખ વડે પોતાનું મસ્તિષ્ક છિન્ન-ભિન્ન કરી દીધું. માનાં કપાયેલાં માથામાંથી લોહીની ત્રણ ધારાઓ પડી જેમાં મા અને સહચરીઓએ પોતાની તરસ છિપાવી અને દુનિયામાં માતાના આ રૂપને છિન્નમસ્તિકાના રૂપથી જાણવામાં આવે છે.

મંદિરના મેનેજર બદ્રી નારાયણ તિવારીના જણાવ્યા પ્રમાણે કળયુગની દેવીના રૂપમાં પ્રસિદ્ધ દેવીના દર્શન માટે આ ત્રણ દિવસ ભક્તોની ભારી ભીડ આવે છે. મંદિરનાં દ્રાર સાતમના દિવસે ખોલાય છે જ્યાં સાંજે બકરાની બલિ આપવામાં આવે છે. તેમજ કપાયેલા માથા પર કપૂર રાખીને માની આરતી કરવામાં આવે છે. તેમજ નારિયેળ ફોડવામાં આવે છે. પછીથી મંદિરના કપાટ ભક્તો માટે ખોલવામાં આવે છેય

... અહીં મુસ્લિમ કેદીઓ રાખે છે ઉપવાસ
માનતા માટે ભાવિકો બે સફરજન તથા કેળા લઈને આવતાં હોય છે. તેમાં એક સેવને માના દરબારમાં ખાવાનું પ્રચનલન છે, અને કેળાને મંદિરના પૂજારીથી બાંધવામાં આવે છે. આ કેળા માનતા પૂરી થયા સુધી બાંધી રાખે છે. મનોકામના પૂરી થયા પછી પૂજાની પ્રથમ પ્રક્રિયા દોહરાવામાં આવે છે. જો કે આ વખતે શ્રદ્વાળુને માની ભેટ સ્વરૂપ ચઢાવેલ બંને સફરજન અને કેળા પ્રસાદરૂપે મળે છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com