|
|
દેવાનીને દક્ષિણ આફ્રિકાને સોંપવા પર અદાલતની રોક
|
|
Mar 31, 2012
|
NRI >
UK
|
|
|
|
|
|
|
લંડન, તા. ૩૦
માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલ નિર્ણય
બ્રિટનની અદાલતે આજે ભારતીય મૂળના ઉદ્યોગપતિ શ્રીયન દેવાનીના દક્ષિણ આફ્રિકામાં પ્રત્યાર્પણ કરવા પર થોડાક સમય માટે રોક લગાવી દીધી છે. ૨૦૧૦માં તેમનાં હનીમૂન દરમિયાન તેની પત્નીની હત્યા કરવાના કેસની સુનાવણીનો સામનો કરવા માટે દક્ષિણ આફ્રિકામાં તેના પ્રત્યાર્પણ કરવાની માગ કરવામાં આવી હતી.
એક અગ્રણી ચેનલ દ્વારા ગઇ કાલ રાત્રે દર્શાવવામાં આવેલ સીસીટીવીના નવા ફૂટેજ પછી પોતાની પત્નીની હત્યામાં શ્રીયનની સંડોવણી હોવા સામે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે હાઇકોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો છે. ૩૨ વર્ષીય શ્રીયને નવેમ્બર ૨૦૧૦માં એન્ની દેવાનીની હત્યામાં પોતાની સંડોવણી હોવાનો ઇનકાર કર્યો હતો.
માનસિક સ્વાસ્થ્યના આધારે આ પ્રત્યાર્પણ અટકાવી દેવામાં આવ્યું છર્, જો કે હાઇકોર્ટે જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય સારું થઇ ગયા પછી તેનું વહેલામાં વહેલી તકે પ્રત્યાર્પણ કરવામાં આવે તે ન્યાયતંત્રનાં હિતમાં છે. દેવાનીના પરિવારે અદાલતના આ ચુકાદાનું સ્વાગત કર્યું હતું.
હાઈકોર્ટના ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે પોસ્ટ-ટ્રોમાટિક સ્ટ્રેસ ડિસઓર્ડર અને ડિપ્રેશનનો સામનો કરી રહેલા દેવાનીના પ્રત્યાર્પણ કરવાનો આદેશ હાલમાં આપી શકાય તેમ નથી, હવે પ્રત્યાર્પણનો આ કેસ વેસ્ટમિન્સ્ટરના મેજિસ્ટ્રેટની અદાલતને સોંપી દેવામાં આવ્યો છે જ્યાં આ કેસની વધુ સુનાવણી હાથ ધરાશે.
દેવાનીના પરિવારજનોએ આ ચુકાદાનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે શ્રીયેન જ્યારે સંપૂર્ણ સ્વસ્થ થઇ જશે અને જ્યારે તેની અંગત સુરક્ષા અંગે ગેરંટી આપવામાં આવશે ત્યારે જ તે દક્ષિણ આફ્રિકા પરત ફરશે.
|
|
|
|
|
|
Share This
|
|
|
|
blog comments powered by
|
|
|
|
|
|
|
|