Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 05:29:55 AM IST
 

ટુજી કૌભાંડી કંપનીઓમાં બેંકોના ૨૮૦૦૦ કરોડ સલવાયા

Mar 31, 2012 National
 
Tags:   Pranab Bank 2G telecom companies 2G scam comment     E-Mail     Print    
 
Viewed: 438
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

નવી દિલ્હી, તા. ૩૦

ટુ-જી કેસ : જેપીસી સમક્ષ હાજર થશે બેહુરા

ટુ-જી સર્વિસીસમાં લાઇસન્સ ફી તથા રોલઆઉટ સંબંધી પ્રવૃત્તિઓ બદલબેંકોના ટેલિકોમ કંપનીઓ પાસે ૨૮ કરોડ રૂપિયા સલવાયા હોવાનું કર્યો હોવાનું સરકારે આજે જણાવ્યું હતું. ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડ કેસમાં ખટલાનો સામનો કરી રહેલા ભૂતપૂર્વ ટેલિકોમપ્રધાન સિદ્ધાર્થ બેહુરાને ૧૧મી અને ૧૮મી એપ્રિલે પોતાના પુરાવાના રેર્કિંડગ માટે જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી) સમક્ષ હાજર થવા આજે દિલ્હી હાઈકોર્ટે પરવાનગી આપી હતી. સીબીઆઈના વિશેષ જજ ઓ. પી. સૈનીએ સુનાવણી દરમિયાન બેહુરાને ૧૧મી અને ૧૮મી એપ્રિલે જેપીસી સમક્ષ હાજર થઈ શકે તે માટે કોર્ટ સમક્ષ હાજર થવા સરળતા કરી આપી હતી.

લોકસભામાં પોતાની લેખિત પ્રતિક્રિયામાં નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ કહ્યું હતું કે, 'બેંકોએ લાઇસન્સ ફી, ટુ-જી સર્વિસના રોલઆઉટ, ટાવરના નિર્માણ જેવી ટુ-જી સંબંધિત પ્રવૃત્તિઓ માટે કંપનીઓના બાકી નીકળતા કુલ હિસાબને જાહેર કર્યો છે, જેમાં પબ્લિક સેક્ટર બેંકોના ૧૯,૧૩૫ કરોડ રૂપિયા તથા પ્રાઇવેટ સેક્ટર બેંકોના ૮,૮૦૩ કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. આ રકમ એ કંપનીઓ પાસેથી વસૂલવાની છે કે જેમનાં લાઇસન્સ રદ કરવામાં આવેલાં છે.

તેમણે ઉમેર્યું હતું કે, 'તેમાંના કેટલાંક લોન એકાઉન્ટ્સ પહેલી ફેબ્રુઆરી, ૨૦૧૨ સુધી નિયમિત હતાં.

મુખરજીએ વધુમાં કહ્યું હતું કે, 'ડિસેમ્બર, ૨૦૧૧ સુધી પબ્લિક સેક્ટર બેંક અને પ્રાઇવેટ સેક્ટર બેંકને ચૂકવવાની કુલ રકમ ૭૬,૯૭૭ કરોડ રૂપિયા હતી.

નીચલાં ગૃહમાં અન્ય એક લેખિત પ્રતિક્રિયામાં રાજકીય નાણાપ્રધાન નમો નરૈન મીનાએ કહ્યું હતું કે, 'આરબીઆઈના અહેવાલ મુજબ ડિસેમ્બર, ૨૦૧૧ સુધી પાવર સેક્ટરે ચૂકવવાની રકમ ૨,૬૨,૫૩૨ કરોડ રૂપિયા હતી. આ રકમમાં સ્ટેટ બેંક ગ્રૂપ, પ્રાઇવેટ સેક્ટર લેન્ડર્સ અને વિદેશી બેંકમાંથી લીધેલી લોનની રકમનો સમાવેશ થાય છે.




 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com