|
|
પી-નોટ્સધારકો ભારતમાં કરપાત્ર નથી : પ્રણવ
|
|
Mar 31, 2012
|
Business >
Business News
|
|
|
|
|
|
|
નવી દિલ્હી, તા. ૩૦
વિદેશી રોકાણ અંગે પ્રવતર્તી અનિશ્ચિતતાનો અંત
પ્રમાણિક રોકાણકારોને નુકસાન કરાશે નહીં : નાણામંત્રી
વિદેશી રોકાણ અંગે પ્રવર્તતી અનિશ્ચિતતાને દૂર કરતાં નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ આજે જણાવ્યું હતું કે પાર્ટિસિપેટરી નોટ્સ (પી-નોટ્સ) મારફત શેરબજારમાં રોકાણ કરનાર રોકાણકારો ભારતમાં કરપાત્ર નથી, તેમની આ ખાતરી બાદ આજે બજારો ઊંચકાયાં હતાં. મુખરજીએ જણાવ્યું હતું કે આવકવેરા વિભાગ પી-નોટ્સધારકો અંગેની વિગતો ચકાસવા એફઆઈઆઈથી આગળ નહીં વધે, આમ, પી-નોટધારકોની ભારતમાં કર જવાબદેયિતા અંગે ઊભો થયેલો પ્રશ્ન અસ્થાને છે. આ સંદર્ભમાં પાછળથી જરૂરી સ્પષ્ટતા કરાશે.
નાણાપ્રધાનની ખાતરી બાદ સેન્સેક્સ ૨૮૫.૬૬ ટકા ઊછળીને સેશનની મધ્યમાં ૧૭,૩૪૪.૨૭ પોઈન્ટ થયો હતો. પાર્ટિસિપેટરી નોટ્સ (પી-નોટ્સ) એવાં સાધનો છે જે બજાર નિયમનકાર સેબીમાં નહીં નોંધાયેલ વિદેશી સંસ્થાગત રોકાણકારો (એફઆઈઆઈ)ને ભારતીય શેરબજારમાં રોકાણની મંજૂરી આપે છે.
વિદેશી મૂડીરોકાણ અંગે ફાઇનાન્સ બિલ ૨૦૧૨ની જોગવાઈનો ઉલ્લેખ કરતાં મુખરજીએ કહ્યું હતું કે તેઓ આ સંદર્ભમાં વધુ સ્પષ્ટતા કરવા માગે છે કે સરકારનો ઇરાદો પ્રમાણિક મૂડીરોકાણકારોને કોઈ પણ પ્રકારની તકલીફ પહોંચાડવાનો નથી. એફઆઈઆઈ મારફત શેરબજારમાં પી-નોટ્સધારકોના રોકાણના સંદર્ભમાં નાણાપ્રધાને કહ્યું હતું કે આવકવેરા વિભાગ માત્ર એફઆઈઆઈની કર જવાદેયિતા ચકાસશે. ફાઈનાન્સ બિલ ૨૦૧૨માં અસ્કયામતોની પરોક્ષ તબદિલી પર કર અને જનરલ એન્ટી-અવોઈડન્સ રુલ્સ (જીએએઆર) સંબંધિત દરખાસ્તોથી વિદેશી રોકાણકારોમાં શેરબજારમાં રોકાણ અંગે અનિશ્ચિતતા સર્જાઈ હતી અને પરિણામે શેરબજારમાં કડાકો બોલાયો હતો.
એશિયા સિક્યોરિટીઝ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ફાઈનાન્સિયલ માર્કેટ્સ એસોસિએશન (એએસઆઈએફએમએ) એ સિક્યોરિટીઝ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ફાઈનાન્સિયલ માર્કેટ્સ એસોસિયેશન (એસઆઈએફએમએ) સાથે નાણાપ્રધાનને આ પ્રકારના કર અથવા આ પ્રકારના કરના જોખમોથી ભારતના કારોબારમાં મૂડીના સ્રોત પરનાં જોખમથી માહિતગાર કર્યા હતા. એફઆઈઆઈ સાવધાનીપૂર્વક નવા કર-જોખમોનું મૂલ્યાંકન કરી રહી છે.
દેશનાં શેરબજારોનાં મૂડીકરણમાં એફઆઈઆઈ ૧૭ ટકા અથવા રૂ. ૧૦ લાખ કરોડથી વધુની અસ્કયામતો ધરાવે છે. વધુમાં એફઆઈઆઈએ ભારતીય સરકારી અને કોર્પોરેટ ડેટમાં પણ રોકાણ કર્યું છે. એફઆઈઆઈ ભારતમાં તેની બજાર ભાગીદારી ઘટાડવાનું શરૂ કર્યું હોવાનું મનાય છે. વર્ષ ૨૦૧૨-૧૩ના બજેટમાં મુખરજીએ કાઉન્ટર એગ્રેસીવ ટેક્સ અવોઈડન્સ યોજનાના સંદર્ભમાં જીએએઆરની દરખાસ્ત કરી હતી, જોકે, તેમણે ખાતરી આપી હતી કે જીએએઆરની પેનલની સમીક્ષા દ્વારા માત્ર કેટલાક કિસ્સાઓમાં તેનો અમલ થશે.
જીએએએઆરની દહેશતને પગલે બજારમાં ખળભળાટ મચી ગયો હતો. ફાઇનાન્સ બિલમાં કરવામાં આવેલી રજૂઆત મુજબ જીએએએઆર પહેલી એપ્રિલથી અમલી બનશે. જીએએએઆરના નિયમને પગલે એફઆઈઆઈ અને પી-નોટસ રોકાણકારો દ્વારા ટૂંકાગાળાના મૂડીલાભ પર પણ કર લાગુ પડશે તેવી દહેશત બજારમાં ફેલાયેલી હતી.
|
|
|
|
|
|
Share This
|
|
|
- More News
: Business News
-
|
|
|
|
|
|
|
|
blog comments powered by
|
|
|
|
|
|
|
|