Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 02:20:00 AM IST
 

ટાટ્રા ટ્રકોનું પ્રદર્શન અત્યંત શાનદાર : DRDO

Mar 31, 2012 National
 
Tags:   V.K. Singh Defence Ministry Supreme Court AK Antony DRDO Head VK Saraswat comment     E-Mail     Print    
 
Viewed: 1202
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

નવી દિલ્હી 31, માર્ચ

ડીઆરડીઓ પ્રમુખ વી કે સારસ્વતે શનિવારે કહ્યું કે અગ્નિ 5નું પરીક્ષણ બે અઠવાડિયાની અંદર થશે. તેઓએ જણાવ્યું કે ટાટ્રા ટ્રકોનું પ્રદર્શન અત્યંત શાનદાર છે. તેઓએ જણાવ્યું કે જો રક્ષા મંત્રી અને સેનાધ્યક્ષની વચ્ચે કોઇ મતભેદ છે તો તેને સાવધાની પુર્વક સમાધાન કરવું જોઇએ.

ડીઆરડીઓ પ્રમુખ વીકે સારસ્વતે જણાવ્યું કે અગ્નિ 5નું પરીક્ષણ બે અઠવાડિયાની અંદર થશે. અગ્નિ 5ની મારક ક્ષમતા 5 હજાર કિલોમીટર છે.

આ પહેલા સાર્વજનિક ક્ષેત્રના રક્ષા ઉપક્રમ બીઇએમએલએ શુક્રવારે ટાટ્રા ટ્રકો પર સેનાધ્યક્ષ જનરલ વીકે સિંહના સવાલોને ખોટાં ગણાવીને તેને ફગાવી દીધા હતા. સેનાધ્યક્ષની ટિપ્પણી પર આશ્વર્ય વ્યક્ત કરતા બીઇએમએલ મુખ્ય મેનેજિંગ ડિરેક્ટર વીઆરએસ નટરાજને કહ્યું કે વ્યક્તિગત મુલાકાતમાં તો જનરલ સિંહે ટાટ્રા પર સંતોષ જ વ્યક્ત કર્યો હતો.

બીઇએમએલ પ્રમુખના જણાવ્યા અનુસાર તેઓને ટાટ્રાની ટ્રકોની ફરિયાદ સેના તરફથી નથી મળી. ડિફેન્સ એક્સો દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા નટરાજને જણાવ્યું કે તે સેના પ્રમુખનું સન્માન કરે છે, પરંતુ ટાટ્રા ટ્રકોને ખરાબ ગણાવવાની તેમની ટિપ્પણી સાથે સહમત નથી. તેમના જણાવ્યા અનુસાર બીઇએમએલના ગત 26 વર્ષોમાં 7000 ટ્રક સપ્લાઇ કરવામાં આવ્યા છે અને કંપનીની કમાન સંભાળ્યા બાદ છેલ્લા દસ વર્ષો દરમિયાન એક પણ ફરિયાદ તેઓને મળી નથી. સેના પ્રમુખની સાથે પોતાની મુલાકાત અંગે જણાવતા નટરાજને કહ્યું કે આ દરમિયાન જનરલ સિંહે જ ટાટ્રા ટ્રકોની ગુણવત્તા પર સંતોષ વ્યક્ત કર્યો હતો.

બીઇએમએલ પ્રમુખે કંપની સાથે જોડાયેલા કેટલાંક મામલાઓમાં 2009થી થઇ રહેલી સીબીઆઇ તપાસ મામલે તેઓએ કહ્યું કે આ કંપનીનું પ્રદર્શન અને ટાટ્રા ટ્રકોની ગુણવત્તા સાથે કોઇ લેવાદેવા નથી. તેઓએ ટાટ્રા ટ્રકોની ઉચ્ચ કિંમતોને યોગ્ય ઠેરવી હતી. નટરાજને કહ્યું હતું કે દરેક ભૌગોલિક સ્થિતિમાં કામ કરવા માટે યોગ્ય આ ટ્રકોની વિશ્વસનીયતા અને ગુણવત્તાના હિસાબથી આ કિંમત યોગ્ય છે. તેઓના જણાવ્યા અનુસાર દુનિયામાં આ પ્રકારની ટેક્નીકની સાથે કોઇ અન્ય કંપની ટ્રક નથી બનાવતી તેથી તેની કિંમતોની સરખામણી સંભવ નથી.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com