લખનૌ,તા.૩૦
ગુરુદ્વારામાં સેવાદાર તરીકે કામ કરતા શખ્સને મોતને ઘાટ ઉતારી દીધો હતો
ઉત્તરપ્રદેશમાં બનાવટી એન્કાઉન્ટર કેસના મામલામાં ૧૬ પોલીસ જવાનોને આજીવન કારાવાસની સજા ફટકારવવામાં આવતા ઉત્તરપ્રદેશમાં પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ગાઝિયાબાદમાં સીબીઆઈ કોર્ટે ગુરુવારના દિવસે ૧૭ પોલીસ જવાનોને અપરાધી ઠેરવ્યા હતા. આ પૈકી ૧૬ને આજીવનકારાવાસની સજા ફટાકરવવામાં આવી છે. દેશમાં કોઈ એક કેસમાં સૌથી વધુ પોલીસ જવાનોને આજીવન કારાવાસની સજા કરવાનો આ પ્રથમ દાખલો છે. શીખ આતંકવાદી જેવેન્દરસિંહ જસ્નાને મોતને ઘાટ ઉતારી દેવાના મામલામાં આ પોલીસ જવાનોને આજીવન કારાવાસની સજા કરાઈ છે. વર્ષ ૧૯૯૨માં બનાવટી એન્કાઉન્ટરના મામલામાં અમૃતસરના જેવેન્દરસિંહને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યું હતું. ૧૭ પોલીસ જવાનોને દોષિત ઠેરવવમાં આવ્યા હતા. જે પૈકી ૧૬ને આજીવન કારાવાસ અને અન્ય એકને ૭ વર્ષની જેલની સજા કરવામાં આવી છે. તમામ ૧૭ ઉપર પાંચ પાંચ હજારનો દંડ કરવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં ગુરુદ્વારા રકાબગંજમાં સેવાદાર અતવા તો વર્કર તરીકે કામ કરી રહેલા જસ્નાને ૩૧ ઓક્ટોબર ૧૯૯૨ના દિવસે બિજનોરમાં બરદપુરમાં ૧૭ પોલીસ જવાનોની ટીમે એન્કાઉન્ટરમાં ઠાર મારી દીધો હતો. પોલીસે દાવો કર્યો હતો કે નવી દિલ્હીમાં રાકબગંજ ખાતે જસ્ના પાસેથી એક એક-૫૬ રાઈફલ અને ૨૪ કારતૂશ મળી આવ્યા હતા. ઓક્ટોબર ૧૯૯૨માં જ્યારે તેને ઠાર મારવામાં આવ્યો ત્યારે તેની પાસે અન્ય હથિયારો પણ હતા. એવી શંકા હતી કે તે ઉત્તરપ્રદેશના તરાઈ પ્રદેશમાં શીખ આતંકવાદને સક્રિય કરવાના પ્રયાસમાં હતો. ૧૭ પોલીસ જવાનો પૈકી ૧૬ને આજીવન કારાવાસની સજા કરાઈ હતી. આવો જ એક દાખલો નાગપુરમાં બન્યો હતો. જેમાં સામુહિક રીતે પોલીસ જવાનોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. એ મામલામાં વર્ષ ૨૦૦૬માં દલિત પરિવારની હત્યા કરવા બદલ ૮ને અપરાધી ઠેરવવામાં આવ્યા હતા જે પૈકી ૬ને મૃત્યુદંડની સજા થઈ હતી. બેને આજીવન કારાવાસની સજા કરાઈ હતી.
જુલાઈ ૨૦૧૦માં આ છ વ્યક્તિની મૃત્યદંડની સજાને આજીવન કારાવાસમાં ફેરવી કાઢવામાં આવી હતી. ગાઝિયાબાદની સીબીઆઈ કોર્ટે કહ્યું હતું કે આ મામલો ખૂબ જ ખતરનાક હતો.
આ સમગ્ર મામલામાં આઈપીસીની જુદી જુદી કલમો લાદવામાં આવી હતી. આઈપીસીની કલમ ૩૦૭ હેઠળ એફઆઈઆર દાખલ કરાયા બાદ તપાસ હાથ ધરાઈ હતી.