Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 02:09:13 AM IST
 

દક્ષિણ યુનિવર્સિટીમાં 'કુડીઓ કા જમાના'

Mar 31, 2012 Surat > Surat City
 
comment     E-Mail     Print    
 
Viewed: 284
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત 31, માર્ચ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આવેલાં વિવિધ 9 જેટલાં વિભાગમાં વિવિધ ફેકલ્ટીનાં અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીનીઓની સંખ્યા આગળ વધી ગઈ છે. મોટા ભાગનાં તમામ અભ્યાસક્રમમાં યુવતીઓ જોડાઈ રહી છે, એટલું જ નહીં આદિવાસી તેમજ અનામતની અન્ય કેટેગરી અને જનરલ કેટેગરીમાં પણ યુવક કરતાં યુવતીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

પાર્ટ 1 નાં અભ્યાસક્રમમાં કુલ 664 વિદ્યાર્થીઓ સામે 947 વિદ્યાર્થીનીઓએ પ્રવેશ મેળવ્યો છે. જેમાં એસટીમાં 129 મેલની સામે 172 વિદ્યાર્થીનીઓ અને સામાન્ય કેટેગરીનાં વિદ્યાર્થીઓમાં 181 મેલ સામે 246 વિદ્યાર્થીનીઓ છે. બીજા વર્ષનાં 2 અને 3 પાર્ટનાં અભ્યાસક્રમમાં પણ વિદ્યાર્થીનીઓની  સંખ્યા અગ્રેસર રહી છે. જેમાં બંને પાર્ટ મળીને કુલ 1299 યુવકની સામે 1767 વિદ્યાર્થીનીઓએ પ્રવેશ કર્યો છે.

મહત્વની બાબત તો એ છે કે આદિવાસી યુવતીઓમાં પણ હવે શિક્ષણની ભૂખ વધી રહી છે. તેમાં હોસ્ટેલમાં રહેતી 740 વિદ્યાર્થીનીઓ પૈકી એસટીની 182, બક્ષીપંચની 85 અને એસસીની 25 વિદ્યાર્થીનીઓ છે. વિતેલા બે વર્ષોમાં વિદ્યાર્થીની સંખ્યા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે જે પ્રકારે વધી રહી છે. તે જોતાં હવે યુનિવર્સિટી દ્રારા ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમમાં સ્કોલરશીપ સિહતની યોજના જાહેર કરવામાં આવે તેની માંગણી ઉભી થવા પામી છે. ઉપરાંત છાત્રાલયમાં આપવામાં આપતી સુવિધાઓ અને સુરક્ષા માટે વિશેષ કાળજી રાખવામાં આવે તેવી માંગ ઉભી થઈ છે.
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com