વોશિંગ્ટન 31, માર્ચ
અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઇરાનના તેલ ખરીદી પર નવા પ્રતિબંધોને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી બાદ ભારત, દક્ષિણ કોરિયા, ચીન, તુર્કિ અને દક્ષિણ આફ્રિકા જેવા 12 દેશો પર દબાણ પડશે. આ તમામ દેશ મોટા પાયે પર ઇરાનથી તેલ આયાત કરે છે.
આ નિર્ણયથી અમેરિકા તે વિદેશી બેંકો પર પણ પ્રતિબંધ લગાવી શકશે જો ઇરાનની સાથે તેલના વેપારમાં પણ અત્યારે સામેલ છે. પશ્ચિમી દેશોને સંદેહ છે કે ઇરાન પરમાણુ હથિયાર વિકસિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
તો ઇરાન એ વાત પર ભાર આપી રહ્યું છે કે તેમનો પરમાણુ કાર્યક્રમ સંપુર્ણ રીતે શાંતિપુર્ણ છે.
|