Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 12:35:59 PM IST
 

શિક્ષણ સમિતીના કર્મચારીને ચાલુ ઓફિસે એટેક આવ્યો

Mar 31, 2012 Surat > Surat City
 
Tags:   Surat Chief accountant Heart attack comment     E-Mail     Print    
 
Viewed: 515
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત, તા. 31

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચીફ એકાઉન્ટ ઓફિસર પ્રમોદ ચૌધરીને આજે ચાલુ ફરજ દરમિયાન હૃદય રોગનો હુમલો થતા મોત થયું હતું.

પ્રમોદ ચૌધરીને નવરાત્રિ ચાલતી હોઈ આજે આઠમ હોઈ તેમને ઉપવાસ હતો. આને લીધે તેઓ અડધો કલાકની રજા લઈને નજીકમાં માતાના દર્શને ગયા હતા જ્યાથી પરત ફરતી વેળા શિક્ષણ સમિતીની કચેરીના પાછલા ભાગે તેમને ચક્કર આવતા તેઓ બેસી ગયા હતા. અને ત્યાં જ તેમને એટેક આવતા તેમનું મોત થયું હતું 52 વર્ષીય પ્રમોદ ચૌધરી શિક્ષણ સમિતીમાં ચીફ એકાઉન્ટંટ હતા તેમજ આજે 31મી માર્ચની તમામ જબાવદારી પૂર્ણ કરવાની દોડધામમાં હતા. પરંતુ તમામ કામગીરી આટોપી લઈને મંદિરે ગયા હતા ઘટનાની જાણ થતા શિક્ષણ સમિતીની કચેરીમાં શોકની કાલિમાં છવાઈ ગઈ હતી. ચેરમેન અતૂલ પટેલ, શાસના અધિકારી પી. બી .રાઠોડ તેમજ સમગ્ર કચેરીનો  સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. મરનાર ચૌધરી પોતાની પાછળ પત્ની અને બે બાળકોને વિલાપ કરતા મૂકી ગયા છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com