મુંબઈ 31, માર્ચ
ગત્ત 90ની સાલમાં 14 અલગ અલગ ભારત દેશની ભાષાઓમાં દેશની એકતાનો સંદેશો આપતું ગીત 'મિલે સૂર મેરા તુમ્હારા તો સૂર બને હમારા...' આજે પણ લોકોને યાદ છે. હવે નેશનલ ફિલ્મ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (એનએફડીસી) દ્રારા આ ગીતને નવા અંદાઝમાં પ્રસ્તુત કરવામાં આવશે.
જો કે આ વખતે ગીતમાં વયસ્કોની સાક્ષરતા માટેનો સંદેશો આપવામાં આવશે. એનએફડીસીનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ વીડિયો એપ્રિલ મહિનામાં રિલીઝ કરવામાં આવશે. આ વીડિયોમાં શાહરૂખ ખાન, અનિલ કપૂર, કરિના કપૂર, પ્રિયંકા ચોપરા, ફરહાન અખ્તર અને શબાના આઝમી જોવા મળશે.
રાષ્ટ્રીય સાક્ષરતા મિશન અંતર્ગત હેઠળ સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટે જાવેદ અખ્તરની રિઝલા ફિલ્મસ અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટ દ્રારા આ વીડિયોનું નિર્માણ કર્યું છે. આ ગીતમાં સોનૂ નિગમ અને અલકા યાજ્ઞિકે પોતાનો અવાજ આપ્યો છે તેમજ લલિત પંડિતે સંગીત આપ્યું છે. આ ગીતનું શુટિંગ મુંબઈ, ચંદીગઢ, શિમલા, પુષ્કર અને દેશનાં પૂર્વી રાજ્યોનાં કુદરતી સૌંદર્યનાં લોકેશનમાં કરવામાં આવશે.