મુંબઈ 31, માર્ચ
અભિનેત્રી કેટરીના એવું માને છે કે યશ ચોપરા સાથે કામ કરવું સરળ નથી. કેટરીના હાલમાં એક ફિલ્મનુ શુટિંગ પૂરુ કરીને ભારત પરત આવી છે. કેટરીના આ ફિલ્મ બાદ જણાવે છે કે, તે યશ ચોપરાની શૈલીથી પ્રભાવિત છે, તેમના કામ કરવાની શૈલીને જાણવી જરૂરી છે.
કેટરીના કહે છે કે, "યશ ચોપરા સીનિયર કલાકાર છે, તે દરેક માણસનું સન્માન કરે છે અને તેઓ મનથી બાળક જેવા છે. તેમ છતાં તેમની ફિલ્મનાં નિર્માણની શૈલી ગજબની છે. તેઓ મારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતાં હતાં. મને તેમની સાથે કામ કર્યાનો આનંદ છે."