અમદાવાદ, તા. ૩૧
અદાણી ગેસ દ્વારા પહેલી એપ્રિલ,૨૦૧૨થી અમલમાં આવે તે રીતે ભાવવધારો જાહેર કરવામાં આવ્યો છે. રવિવારથી ગ્રાહકોએ કિલોદીઠ રૂ . ૪૫.૫૦ના સ્થાને રૂ . ૫૦.૨૦ ચૂકવવા પડશે, આમાં ૧૪.૪૨ ટકા એક્સાઇઝ અને ૧૫ ટકા વેટનો સમાવેશ થાય છે. કંપનીએ રૂ . ૪.૭૦નો વધારો કરવા પાછળ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડઓઇલ અને એલએનજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું કારણ આગળ ધર્યું છે. ૧૬,નવેમ્બર,૨૦૧૧થી અદાણી ગેસનો ભાવ રૂ . ૪૫.૫૦ જાળવી રાખ્યો હતો. પાઇપ ગેસનો ભાવ રૂ . ૩.૪૫ વધારીને ૨૫ રૂ પિયા કરી દેવાયો છે.
૧૭ નવેમ્બર, ૨૦૧૧ના રોજથી અમલી બને તે રીતે અદાણી ગેસે કિલોદીઠ ભાવ રૂ . ૪૦.૫૦થી પાંચ રૂ પિયા વધારી રૂ . ૪૫.૫૦ કર્યો હતો. ૧૫ નવેમ્બર, ૨૦૧૧ના રોજ સ્ટેટ પીએસયુ કંપની જીએસપીસીએ ભાવ વધારીને કિલો દીઠ રૂ . ૪૫.૨૫ કર્યો હતો. જૂન-૨૦૧૧માં પણ અદાણીએ રૂ . ૨.૫૦ વધારીને ભાવ રૂ . ૪૦.૫૦ કર્યો હતો. હિન્દુસ્તાન પેટ્રોલિયમના ગેસનો ભાવ નવેમ્બર-૧૧થી જ રૂ .૫૦.૫૦ પ્રતિ કિલો છે.
- કિલોદીઠ ભાવ રૂ . ૪૫.૫૦થી વધારી ૫૦.૨૦ કરાયો
- ગ્રાહકો પર રોજનો રૂ . ૧૬.૪૫ લાખનો બોજો વધ્યો
અદાણી ગેસ દ્વારા અમદાવાદમાં ૫૦ અને વડોદરામાં સાત સીએનજી સ્ટેશન ચલાવવામાં આવે છે. એક લાખથી વધારે વાહનોમાં દૈનિક ૩.૫૦ લાખ કિલો સીએનજીની વપરાશ થાય છે. કંપની અમદાવાદમાં દોઢ લાખ ઘરવપરાશના ગ્રાહકો અને ૭૦૦ ઔદ્યોગિક એકમો તેમજ ૧,૧૦૦ કોર્મિશયલ ગ્રાહકોને ગેસ પૂરો પાડે છે.
સીએનજીના ભાવમાં વધારો
તારીખ ભાવવધારો કિંમત
૩૧-૪-૦૪ ---- ૨૨.૫૦
૪-૪-૦૫ ૨.૩૭ ૨૪.૮૭
૨૯-૫-૦૫ ૦.૬૬ ૨૫.૫૩
૧-૪-૦૬ ૧.૩૫ ૨૬.૮૮
૪-૦૭-૦૬ ૧.૭૦ ૨૮.૫૮
૫-૦૭-૦૬ -૧.૭૦ ૨૬.૮૮
૧-૦૯-૦૬ -૧.૪૨ ૨૫.૪૬
૨-૦૩-૦૭ ૦૦.૦૪ ૨૫.૫૦
૧-૦૬-૦૭ ૪.૨૦ ૨૯.૭૦
૫-૦૬-૦૭ -૪.૨૦ ૨૫.૫૦
૨-૦૨-૦૮ ૩.૫૦ ૨૯.૦૦
૧-૦૩-૦૮ -૧.૦૦ ૨૮.૦૦
૧-૪-૦૮ ૦.૬૨ ૨૮.૨૮
૧૧-૧૧-૦૯ ૨.૦૦ ૩૦.૬૫
૧-૦૪-૧૦ ૦.૫૭ ૩૧.૧૯
૧-૦૫-૧૦ ૦.૫૯ ૩૧.૭૮
૫-૦૬-૧૦ ૦.૩૨ ૩૨.૧૦
૧-૦૮-૧૦ ૨.૧૭ ૪૩.૨૭
૩-૦૮-૧૦ -૧.૬૦ ૩૨.૬૭
૧૭-૧૦-૧૦ ૨.૦૯ ૩૪.૭૬
૨૨-૧૧-૧૦ -૨.૭૮ ૩૫.૪૫
૧૬-૧૦-૧૧ ૦.૬૫ ૩૬.૧૦
૧-૦૩-૧૧ ૦.૫૫ ૩૬.૬૫
૨-૦૪-૧૧ ૦.૫૧ ૩૭.૧૬
૧૬-૫-૧૧ ૦.૮૪ ૩૮.૦૦
૨૭-૦૬-૧૧ ૨.૫૦ ૪૦.૫૦
૧૭-૧૧-૧૧ ૫.૦૦ ૪૫.૫૦
૧-૦૪-૧૨ ૪.૭૦ ૫૦.૨૦