Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 07:39:44 PM IST
 

છ વર્ષમાં પગાર ૩૦ ટકા વધ્યાં પણ ખર્ચ ૬૫ ટકા વધ્યો

Mar 31, 2012 Business > Business News
 
Tags:   Budget 2012 Union Budget 2012 Budget Session Pranab Mukherjee comment     E-Mail     Print    
 
Viewed: 1505
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા. ૩૧

આજથી વોશિંગ મશીનો, ડીશ વોશર્સ, રેફ્રિજરેટર્સ, એર કંડિશનર્સની કિંમતોમાં વધારો અમલી થતાં લગભગ ૮૨ ટકાથી વધુ ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયેલ છે. છેલ્લા છ વર્ષમાં પગારોમાં ૩૦ ટકાનો વધારો થયો છે પરંતુસામો ખર્ચાઓમાં ૬૫ ટકાનો વધારો થયો હોવાને કારણે મધ્યમ વર્ગને બે છેડા ભેગા કરવા મુશ્કેલ થઇ રહ્યાં છે.

એસોચેમ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૧૦-૧૧માં દરેક ભારતીયની સરેરાશ માથા દીઠ આવક રૂ . ૫૪,૦૦૦ હતી તે વર્ષ ૨૦૧૧-૧૨માં રૂ . ૭,૦૦૦ના માલિક વધારા સાથે રૂ . ૬૧,૦૦૦ થવાની ધારણા છે. ધી એસોસિયેટેડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઓફ ઇન્ડિયાએ દિલ્હી, મુંબઇ, કોલકાતા, ચેન્નાઇ અમદાવાદ, હૈદ્રાબાદ, પૂણે ચંદીગઢ અને દહેરાદુન ખાતે જુદા જુદા ૫૦૦ કર્મચારીઓ સાથે વાર્તાલાપ યોજ્યો હતો.

આમાંથી૭૨ ટકા કર્મચારીઓએ જણાવ્યું કે, એક્સાઇઝ ડયુટી અને ર્સિવસ ટેક્સમાં વધારો થવાને કારણે પ્રોસેસ્ડ ફુડ, કોસ્મેટિક્સ, અને રસોડાની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થશે. ર્સિવસ ટેક્સમાં વધારો થવાને કારણે ટેલિફોન બિલ વધારે ચુકવવું પડશે. હરવાફરવા જવાનું મોંઘુ થશે. સોનામાં આયાત ડયુટી વધતા જ્વેલરી મોંઘી થશે. ર્સિવસ ટેક્સ, એક્સાઇઝ અને ટીડીએસના કારણે સૌૈથી વધારે અસર મધ્યમ વર્ગને થશે. ખાસ કરીને બહાર જમવા જવા, વેકેશનમાં ફરવા જવા, ઇલેક્ટ્રોનિક્સ કે ઓટોમોબાઇલ્સ કે રિયલ એસ્ટેટ સંબંધી ડીલમાં ખર્ચ વધી જશે. એસોચેમના જનરલ સેક્રેટરી ડી.એસ. રાવતના જણાવ્યા પ્રમાણે ર્સિવસ ટેક્સના કારણે સીધી અસર બચતો પર પડશે. એટલું જ નહીં કોચિંગ ક્લાસની ફી પર ર્સિવસ ટેક્સ હોઇ જીમેટ અને જીઆરઇની તૈયારી કરતાં વિદ્યાર્થીઓએ પણ વધારે ખર્ચ કરવો પડશે. આ વિદ્યાર્થીઓએ રૂ . ૫૦,૦૦૦ની ફી પર ૫૦૦૦ના બદલે રૂ . ૬,૦૦૦ ર્સિવસ ટેક્સ ચુકવવો પડશે.

  • ઘરનું બજેટ સરખુ કરવા ઝઝુમતી ૮૨ ટકા ગૃહિણીઓ
શેરબજારમાં રોકાણ કરનારાઓને પણ ર્સિવસ ટેક્સનો બોજ સહન કરવાનો આવશે. સ્ટોક બ્રોકર્સ દ્વારા આપવામાં આવતી સેવાઓ, ઇન્શ્યોરન્સ પોલિસી, યુલીપ પર પણ ર્સિવસ ટેક્સ ભરવો પડશે. સતત વધી રહેલી મોંઘવારીના કારણે ૭૫ ટકા લોકોએ બહાર જમવાના ખર્ચ પર કાપ  મૂક્યો છે. ૬૫ ટકા લોકોએ કપડાની ખરીદીમાં કાપ મૂક્યો છે. ૫૯ ટકા લોકોએ વેકેશનના ખર્ચમાં કાપ મૂક્યો છે.


મોંઘવારીના મારથી ખર્ચામાં કા
કેટલા લોકો    ક્યા કાપ મૂક્યો
૭૫ ટકા     બહાર જમવા
૬૫ ટકા    કપડાની ખરીદી
૫૯ ટકા    વેકેશનમાં ફરવા
૪૯ ટકા    ઇલેક્ટ્રોનિક સાધનો
૪૯ ટકા    ઓટો અને રિયલ એસ્ટેટ
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com