Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 04:35:12 AM IST
 

ચાર જિલ્લા સહકારી બેન્કોને આરબીઆઇના બેન્કિંગ લાયસન્સ

Mar 31, 2012 Business > Daily Trading Technicals
 
Tags:   RBI Bank District Ahmedabad Gujarat comment     E-Mail     Print    
 
Viewed: 804
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા. ૩૧

ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેન્કોના પ્રયાસોથી વધુ ચાર જિલ્લા સહકારી બેન્કોને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની બેન્કિંગ લાઇસન્સની પાત્રતા મળી છે. આરબીઆઇએ તમામ જિલ્લા સહકારી બેન્કોને ૩૧ૃ-૩-૧૨ સુધીમાં તમામ જિલ્લા બેન્કોને બેન્કિંગ લાયસન્સ મેળવી લેવાની સૂચના આપી હતી. તે વખતે માત્ર ત્રણ જ જિલ્લા સહકારી બેન્કો આરબીઆઇનું લાઇસન્સ ધરાવતી હતી.

ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર પી.એસ પટેલના જણાવ્યા પ્રમાણે બેન્કે તમામ જિલ્લા સહકારી બેન્કોના લાઇસન્સ માટે પ્રયાસો કર્યાં હતાં.

  • વડોદરા, સુરેન્દ્રનગર, કચ્છ અને જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કોને બેન્કિંગ લાયસન્સ મળ્યાં
  • રાજ્યની તમામ જિલ્લા સહકારી બેન્કોને આરબીઆઇના બેન્કિંગ લાઇસન્સની પાત્રતા મળી

આથી કુલ ૧૪ જિલ્લા સહકારી બેન્કોને લાઇસન્સ મળ્યાં હતાં. ત્યારબાદ વડોદરા, કચ્છ, સુરેન્દ્રનગર અને જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કોને લાઇસન્સની પાત્રતા માટે તેમની મૂડીમાં એકંદરે રૃ. ૧૦૦ કરોડની ઘટ રહેતી હોઇ લાઇસન્સ મેળવવામાં મુશકેલી ઊભી થઇ હતી. આ ચારેય બેન્કો માટે અજયભાઇ પટેલ, શંકરભાઇ ચોધરીએ નાબાર્ડ અને કૃષિ મંત્રી દીલિપ સંઘાણીને રજુઆત કરી હતી. આથી રાજ્ય સરકારે ચારેય બેન્કોને રૃ. ૮૪ કરોડની સહાય આપતા રિઝર્વ બેન્કના લાયસન્સની પાત્રતા મળી છે. આરબીઆઇની ૩૧-૩-૧૨ પહેલા જિલ્લા સહકારી બેન્કોને લાઇસન્સ મેળવવાના આદેશોના કારણે જો મૂડી ઓછી હશે તેને ઘણી ગંભીર અસરો પડશે. પરંતુ ગુજરાતની તમામ જિલ્લા સહકારી બેન્કો રિઝર્વ બેન્કનું લાઇસન્સ ધરાવતી થઇ જવાથી લાખો ખેડૂત થાપણદારો અને શેરહોલ્ડરોને ફાયદો થશે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com