Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 05:21:04 PM IST
 

લક્ષ્મી મિત્તલ યુકેમાં ટોચના એશિયન અબજોપતિ

Mar 31, 2012 NRI > UK
 
Tags:   Vedanta group Lord Swaraj Paul Lakshmi Mittal Caparo Boeing Anil Agarwal comment     E-Mail     Print    
 
Viewed: 1113
Rate: 5.0
Rating:
Read in English
Bookmark The Article

લંડન, તા. ૩૧

- ૨૦૧૨માં એશિયન ધનિકોની યાદીમાં પહેલા ક્રમે
- હિન્દુજા ગ્રૂપ ૯.૫ અબજ પાઉન્ડની સંપત્તિ સાથે બીજા નંબરે
- અનિલ અગ્રવાલ ૩.૨ અબજ પાઉન્ડની મિલકત સાથે ત્રીજા ક્રમે
- લોર્ડ સ્વરાજ પૌલ ૬૭.૫ કરોડ પાઉન્ડની મિલકત સાથે સાતમા ક્રમે

બિનનિવાસી ભારતીય સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલે યુકેમાં વર્ષ ૨૦૧૨ના ટોચના એશિયન અબજોપતિ તરીકે પહેલું સ્થાન મેળવ્યું છે. આ વર્ષમાં મિત્તલ પરિવારની સંપત્તિમાં ૨ અબજ પાઉન્ડનો ઘટાડો થવા છતાં ૧૩.૫ અબજ પાઉન્ડની સંપત્તિ સાથે તેમણે ૨૦૧૨માં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે.

'બ્રિટનના ૧૦૧ ધનિક એશિયન-૨૦૧૨' મથાળાં હેઠળ યુકેના ધનિક એશિયનોની યાદી ઇસ્ટર્નઆઈ ગ્રૂપ દ્વારા બહાર પાડવામાં આવી છે, જે એશિયન મીડિયા એન્ડ માર્કેટિંગ ગ્રૂપ દ્વારા પ્રસિદ્ધ કરાઈ છે. ગઈ કાલે સાંસદ કિથ વાઝની હાજરીમાં યોજાયેલા એશિયન બિઝનેસ એવોર્ડ સેરેમનીમાં એશિયન મીડિયા એન્ડ માર્કેટિંગ ગ્રૂપના સીબીઈ-એડિટર ઈન ચીફ રમણિકલાલ સોલંકી દ્વારા આ યાદી જાહેર કરવામાં આવી હતી.

ટ્રાન્સપોર્ટના બિઝનેસથી ઓઈલ સુધી જેમના બિઝનેસનો વ્યાપ વિસ્તરેલો છે તેવું હિન્દુજા ગ્રૂપ ૯.૫ અબજ પાઉન્ડની મિલકત સાથે આ યાદીમાં બીજા નંબરે રહ્યું છે, તેમની સંપત્તિમાં ૫૦ કરોડ પાઉન્ડનો વધારો થયો છે. વેદાન્તા ગ્રૂપના અનિલ અગ્રવાલ ૩.૨ અબજ પાઉન્ડની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા. તેમની મિલકતમાં આ વર્ષે ૧.૩ અબજ પાઉન્ડનો ઘટાડો થયો હતો.

કાપારો ગ્રૂપના ચેરમેન અને વેસ્ટમિન્સ્ટર એન્ડ વોલ્વરહેમ્પ્ટન યુનિર્વિસટીઝના ચાન્સેલર લોર્ડ સ્વરાજ પૌલ ૬૭.૫ કરોડ પાઉન્ડની મિલકત સાથે આ યાદીમાં સાતમા ક્રમે રહ્યા હતા, તેમની સંપત્તિ ગયા વર્ષ કરતાં આ વખતે ૭.૫ કરોડ પાઉન્ડ વધી હતી. લોર્ડ પૌલ કાર્બન ફાયરનું ઉજ્જ્વળ ભવિષ્ય જોઈ રહ્યા છે. આજે બાંધકામમાં સ્ટીલની વપરાશ થાય છે ત્યાં ભવિષ્યમાં કાર્બન ફાયરનો ઉપયોગ થશે તેમ પૌલનું માનવું છે.

લોર્ડ પૌલ તેમના ૮૧ વર્ષના જીવનકાળમાં અનેક ટેક્નિકલ સંશોધનોનાં સાક્ષી રહ્યા છે. એરબસમાં આજકાલ કાર્બન ફાયરના પાટ્ર્સનો ઉપયોગ કરાઈ રહ્યો છે. બોઈંગ ૭૮૭માં પણ મોટાપાયે કાર્બન ફાયરનો ઉપયોગ થતો હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.




 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com