ઇન્ટિમસી - કામિની મોટવાણી
લગભગ બધા જ લોકો એ વાત જાણે છે કે પુરુષો સ્ત્રીઓનાં વિવિધ અંગોથી આર્કિષત થાય છે, પરંતુ સ્ત્રીઓ પણ પુરુષોનાં અંગો પ્રત્યે એટલી જ કોન્શિયસ હોય છે. પુરુષ-શરીરનાં ભરાવદાર અને ઘાટીલાં અંગ સ્ત્રીઓને ખૂબ જ ઝડપથી ઉત્તેજિત કરતાં હોય છે
સ્ત્રીઓની જેમ જ પુરુષોના શરીરનાં કેટલાંક ખાસ અંગ હોય છે, જેનાથી સ્ત્રીઓ આકર્ષાય છે અને બેડ પર સમાગમ દરમિયાન ઝડપથી ઉત્તેજિત પણ થઈ જાય છે. સમાગમ દરમિયાન બંને પાર્ટનરનાં શરીરનાં અંગોનું આકર્ષક હોવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. સ્ત્રીને ઉત્તેજિત કરતાં પુરુષોનાં અંગો વિશે જાણીએ.
ખભા
પુરુષોના પહોળા ખભા મહિલાઓને સૌથી વધારે આર્કિષત કરનારું અંગ છે. જ્યારે પુરુષ સ્ત્રીને પોતાના બાહોપાશમાં જકડીને આલિંગન આપે છે, ત્યારે તે ખૂબ જ ઉત્તેજિત થઈ જાય છે. સમાગમ દરમિયાન પાર્ટનર ખભા પર ચુંબન અથવા બટકું ભરવાનું વધારે પસંદ કરે છે. આવા ભરાવદાર ખભા પર માથું ટેકવીને સ્ત્રી પોતાને વધારે સુરક્ષિત અનુભવે છે.
છાતી
પોતાનો પાર્ટનર શારીરિક રીતે મજબૂત હોય તેવું દરેક સ્ત્રીઓ ઇચ્છતી હોય છે, કારણ કે પુરુષોની છાતી પણ સ્ત્રીઓને પોતાની તરફ આકર્ષે છે. આ એક એવું અંગ છે જે બંને પાર્ટનરને ઉત્તેજિત કરે છે. સ્ત્રી પાર્ટનરની છાતી પર પોતાના હાથનો સ્પર્શ અને ચુંબન કરીને પાર્ટનરને તો ઉત્તેજિત કરે જ છે સાથે પોતે પણ તેટલી જ ઉત્તેજિત થતી હોય છે.
જીભ
પુરુષોની જીભ એ શરીરનું એક એવું અંગ હોય છે, જેને સ્ત્રીઓ ખૂબ પસંદ કરે છે. જો પુરુષ પોતાની જીભનો યોગ્ય ઉપયોગ પોતાની પાર્ટનરના શરીર પર કરે એટલે કે પોતાની જીભથી પાર્ટનરના શરીર અને વિવિધ અંગને સહેલાવવું, હોઠોનો સ્પર્શ કરવો વગેરેથી સ્ત્રી ઉત્તેજનાની ચરમોત્કર્ષ સુધી પહોંચી જાય છે. આ જ બાબત સ્ત્રીઓને પણ એટલી જ લાગુ પડે છે.
મજબૂત કાઠી
કોઈ પણ સ્ત્રી હંમેશાં એક દુર્બળ શરીરવાળી વ્યક્તિની અપેક્ષાએ મજબૂત કાઠીના પુરુષો પ્રત્યે ઝડપથી આકર્ષાય છે. એવું શરીર ધરાવતો પુરુષ કે જે સમાગમ દરમિયાન સ્ત્રીના શરીરને સરળતાથી નિયંત્રિત કરી શકે, તેને પોતાની આગોશમાં લઈ શકે તેને તેઓ વધારે પસંદ કરે છે.
આટલું જાણી લો
પુરુષોની ઉત્તેજનાનો સૌથી પહેલો માર્ગ તેની આંખો છે. જો તમારે તમારા પાર્ટનરને ઉત્તેજિત કરવો હોય તો વસ્ત્રો અને મેકઅપથી એવો ગેટઅપ ઊભો કરો કે તમને જોઈને તમારો પાર્ટનર ઉત્તેજિત થાય અને ખુશ થઈ જાય. આ માટે તમે લાલ કે કાળા અંતઃવસ્ત્રોમાં તમારી પાર્ટનરની સામે જાઓ. (તમારા સ્કીન ટોનના આધારે અંતઃવસ્ત્રોની પસંદગી કરવી.) તમે દર વખતે અલગ અલગ રંગના (ઘાટા રંગ પસંદ કરવા) અંતઃવસ્ત્રો પહેરશો, તો પાર્ટનરનો મૂડ દર વખતે બદલાશે. સેક્સલાઇફ વધુ રંગીન બનશે.
ફોરપ્લેના સમયે વાતો કરવી જરૂરી છે. જો કોઈ મહિલા પોતાના પાર્ટનરને ઉત્તેજિત કરવા માગતી હોય તો તેણે કામુકતાભરી વાતો કરવી જોઈએ.
સમાગમ સમયે કપડાં ઉતારવાં એ પણ એક કલા હોય છે. જો તમે સીધા બેડરૂમમાં જઈને કપડાં ઉતારી દેતા હો તો બની શકે કે તમારા પાર્ટનરને તમે જોઈએ એટલા ઉત્તેજિત ન કરી શકો. તેથી સારું એ રહેશે કે તમે તમારા પતિ કે પાર્ટનર પાસે કપડાં ધીરે-ધીરે ઉતરાવો. પુરુષોને ધીરે-ધીરે કપડાં ઉતારવા પસંદ હોય છે તેનાથી તમે પણ ઉત્તેજના અનુભવશો.
ફોરપ્લે દરમિયાન ચુંબનમાં જરાય કંજૂસાઈ ન કરવી.
સમાગમ પહેલાં ઉત્તેજિત કરતી ક્રિયાઓ એટલે કે ફોરપ્લે માત્ર મહિલાઓને જ પસંદ હોય છે, એ ધારણા બિલકુલ ખોટી છે. પુરુષોને પણ ફોરપ્લે એટલો પસંદ હોય છે, જેટલો સ્ત્રીઓને. સ્ત્રી જ્યારે પુરુષને ઉત્તેજિત કરે છે ત્યારે તે પોતે પણ વિશેષ ઉત્તેજના અનુભવે છે.