Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 12:01:38 AM IST
 

જુલિયા રોબર્ટ્સને પ્લાસ્ટિકસર્જરીમાં વિશ્વાસ નથી

Mar 31, 2012 Entertainment > Hollywood
 
Tags:   Julia Roberts Hollywood comment     E-Mail     Print    
 
Viewed: 655
Rate: 0
Rating:
Bookmark The Article


લોસ એન્જલસ 31, માર્ચ

પ્રીટિ વુમન તરીકે પ્રખ્યાત હોલિવૂડની સૌથી મોંઘી અભિનેત્રી જુલિયા રોબર્ટ્સ સર્જરીમાં બિલકુલ વિશ્વાસ ધરાવતી નથી. જુલિયાનું કહેવું છે કે વધુ ખૂબસૂરત દેખાવા માટે તે પ્લાસ્ટિક સર્જરી અથવા કોસ્મેટિકનો ઉપયોગ કરવા જરા પણ વિચાર કરતી નથી. હોલિવૂડમાં અનેક અભિનેત્રીઓ વધુ સુંદર દેખાવા માટે કોસ્મેટિક્સ અથવા ફેશિયલ સર્જરીનો સહારો લે છે, પરંતુ જુલિયા કુદરતી સૌંદર્યમાં વધુ વિશ્વાસ ધરાવે છે. કોન્ટેક્ટ મ્યુઝિક ડોટ કોમના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે હાલ ત્રણ બાળકોની માતા જુલિયા તેનાં બાળકોને જ સૌથી વધુ પ્રાથમિક્તા આપે છે. વર્ષ ૨૦૦૨માં મોડેર સાથે લગ્ન કર્યા બાદ જુલિયા રોબર્ટ્સ બિલકુલ સંતુષ્ટ જણાય છે. તેને પતિ ડેની મોડર અંગે પણ કોઈ ફરિયાદ નથી. આ સાથે તે કારકિર્દી તરફ પણ ધ્યાન આપી રહી છે. ઓસ્કર એવોર્ડ વિજેતા જુલિયા રોબર્ટ્સ રિચર્ડ ગેર સાથેની તેની ફિલ્મ 'પ્રીટિ વુમન' મારફતે રાતોરાત સુપરસ્ટાર બની ગઈ હતી. આ ફિલ્મમાં જુલિયા રોબર્ટ્સે વેશ્યાની ભૂમિકા અદા કરી હતી.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com