Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 06:48:26 AM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

નોટકૌભાંડ બાદ ઝારખંડમાં રાજ્યસભાની ચૂંટણી રદ

Mar 31, 2012 National
 
Tags:   Jharkhand Rajya Sabha comment     E-Mail     Print    
 
Viewed: 681
Rate: 0
Rating:
Bookmark The Article

રાંચી, તા. ૩૧

ઝારખંડમાં નોટકાંડ બાદ રાજ્યસભાની ચૂંટણી રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઇતિહાસમાં પ્રથમ વખત રાજ્યસભાની ચૂંટણીને રદ કરવાનો નિર્ણય કરાયો છે. ચૂટંણીપચે આ સંબંધમાં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલને મોડી રાત્રે પત્ર લખીને આ અંગે  માહિતી આપી હતી. ચૂંટણીપંચના જણાવ્યા મુજબ ઝારખંડમાં ચૂંટણી માટે જાહેરનામું નવેસરથી જારી કરવામાં આવશે, આનો અર્થ એ થયો કે ઉમેદવારીપ્રત્રોની પ્રક્રિયા અને મતદાન પણ નવેસરથી થશે. અત્રે ઉલ્લેખનીય છે કે એક અપક્ષ ઉમેદવારના ભાઈની કારમાંથી બે કરોડ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. રાંચીમાં એક કારમાંથી બે કરોડની જંગી રકમ મળી આવ્યા બાદ ચૂંટણીને રદ કરવાનો નિર્ણય કરાયો છે. એમ માનવામાં આવે છે કે આ રકમ ધારાસભ્યોને આપવા માટે લાવવામાં આવી હતી. આ સંબંધમાં મુખ્ય ચૂંટણીપંચે રાજ્ય ચૂંટણીપંચ પાસેથી અહેવાલ માગ્યો છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com