અમદાવાદ : ૩૧ માર્ચ ૨૦૧૨
સ્ટેટેસ્ટિક્સને એક વિષય તરીકે ભણાવાતો હોય છે પરંતુ તેન પ્રેક્ટિકલી એપ્લાઈડ કરવામાં નથી આવતો.આ વિશે એચએલ કોલેજ ઓફ કોમર્સ અને ગુજરાત સ્ટેટેસ્ટિક્સ એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે ર્જિગ ટ્રેન્ડ ઈન એપ્લાઈડ સ્ટેટેસ્ટિક્સ વિષય પર નેશનલ સેમિનાર યોજાયો. જેમાં ચીફ ગેસ્ટ તરીકે અમદાવાદ ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સના ડિરેકટર ડો. અખિલ મુનીમ તેમજ ગેસ્ટ ઓફ ઓનર તરીકે વર્લ્ડ બેંકના ફોર્મર કન્સલ્ટન્ટ પ્રો. યુ. કે. શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડો. અખિલ મુનીમે કહ્યું કે, આજે વધુ ને વધુ સ્ટેટિસ્ટિશિયનની જરૃર છે. ઉપરાંત મેડિકલ અને ફાર્મા ફિલ્ડમાં રિસર્ચ ક્ષેત્રે પણ તેમની જરૃરિયાત છે ત્યારે સ્ટુડન્ટ્સ સ્ટેટેસ્ટિક્સ પ્રત્યે પ્રોફેશનલ એટિટયૂડ અપનાવે.