અમદાવાદ : ૩૧ માર્ચ ૨૦૧૨
‘એક ફોટો લેવા માટે હું એક જ સ્થળે બે કલાક કરતાં પણ વધારે સમય ઊભો રહેતો.’-આ શબ્દો છે ફોટોગ્રાફીને પેશન માનતા અને પહેલી વાર અમદાવાદમાં કન્ટેમ્પરરી ફોટોગ્રાફીમાં ‘ટ્રેસપાસ’ સબ્જેક્ટ પર એક્ઝિબિશન યોજતા દેવાંશ ઝવેરીના. હાલમાં હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ ગેલેરી ખાતે યોજવામાં આવેલા ‘ટ્રેસપાસ’ એક્ઝિબિશનમાં વારાણસીની આજુબાજુના વિસ્તારની કુલ ૪૫ જેટલી બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો પ્રર્દિશત કરવામાં આવી છે, જેમાં જીવનની કેટલીક સચ્ચાઇને ફોટોગ્રાફરે અલગ જ અંદાજથી પ્રસ્તુત કરી છે.
એક ફોટોગ્રાફમાં ભગવાનનો વેશ લઇને આવેલા માણસને ચાની કીટલી ચલાવતી બાઇ હાંકી કાઢતી જોવા મળે છે! વારાણસીમાં મૃત્યુને એક રૃટિનની જેમ ટ્રીટ કરતાં અને લોકોની ભાવનાઓ પ્રત્યે અસંવેદનશીલ કેટલાંક લોકોને પણ ફોટોગ્રાફરે લાક્ષણિકતાથી કેમેરામાં કેદ કર્યાં છે.
સ્વપ્ન બ્લેક એન્ડ વ્હાઇટ હોય પ્રદર્શન માટે પસંદ કરેલ તસવીરો વિશે દેવાંશ ઝવેરી જણાવે છે કે, તસવીરના વિષયો એવા પ્રકારના છે જે આપણને અવારનવાર સ્વપ્નમાં આવતા હોય અને સ્વપ્ન હંમેશાં બ્લેક એન્ડ વ્હાઇટ હોય છે, કલરફુલ નહીં, આથી એક્ઝિબિશનની તમામ તસવીરો બ્લેક એન્ડ વ્હાઇટ છે.
સ્થળ : હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ
સમય : સાંજે ૪-૦૦થી ૮-૦૦
તારીખ : ૪ એપ્રિલ સુધી
જન્મ એ પ્રકાશ છે
‘જન્મએ પ્રકાશ છે, જ્યારે મૃત્યુએ અંધકાર છે. આપણે અંતે કોણ છીએ? જિંદગી શું છે? બંધન શું છે ? વગેરે બાબતને ફોટોગ્રાફસમાં ખૂબ જ સારી રીતે વ્યક્ત કરવામાં આવી છે.’
- ઉમંગ હઠીસિંગ, ફેશન ડિઝાઇનર
બનારસ અલગ અંદાજમાં
પહેલા પણ લોકોએ વારાણસીના ફોટોગ્રાફ્સ જોયા છે. પણ અહીંયા અલગ થીમને ફોકસમાં રાખીને રજૂ કરવામાં આવી છે તે ખરેખર સરસ છે. ફોટોના વિડીયોની સાથે ઓડીયો મનમાં વસી જાય છે.
- અનિલ રેલીયા, આર્ટ પ્રમોટર
ફ્યુચર ફાઇન આર્ટ
અહીં રજૂ કરવામાં આવેલા ફોટોગ્રાફ્સ ફ્યુચરમાં ફાઇન આર્ટની દુનિયામાં નવી દિશા સમાન છે. મેં ઘણા ફોટા જોયા છે. બનારસને અલગ રીતે જ રજૂ કરવામાં આવ્યું છે
- દિવ્યેશ સેજપાલ,ફોટોગ્રાફર