Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 08:15:01 AM IST
 

બદલે કી આગ

Mar 31, 2012 Supplements > City Life
 
comment     E-Mail     Print    
 
Viewed: 209
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ : ૩૧ માર્ચ ૨૦૧૨

આમ તો એપ્રિલ-ફૂલ એટલે મસ્તીનો દિવસ પરંતુ અમુક ઘટનાઓ એવી બની જાય છે, જ્યારે પણ આપણે કોઇને એપ્રિલ-ફૂલ બનાવીએ છીએ ત્યારે તેમાં પ્રેમ, રમૂજ હોય છે જ્યારે પ્રેમનું સ્થાન ગુસ્સો લઇ લે ત્યારે તે મજાક નહીં પરંતુ બદલો બની જાય છે પરંતુ થોડા રિસામણાં-મનામણાં બાદ મિત્રોનો પ્રેમ જળવાઈ રહે છે.

રાયપુરનાં ભજિયાં લઈને સ્ટેશન આવી જજે

બે વર્ષ પહેલાં મારા ત્રણ મિત્રોએ મને એપ્રિલ-ફૂલ બનાવ્યો હતો. સાંજે પાંચ વાગ્યાનો સમય હતો. હું હોસ્પિટલમાં પેશન્ટ ચેક કરતો હતા, મારા ફ્રેન્ડ્સ રાજકોટથી કન્યાકુમારી જતા હતા, તેમનો ફોન આવ્યો કે અમે કલાકમાં અમદાવાદ પહોંચીશું, ખૂબ ભૂખ લાગી છે અને તને ખાસ કારણથી મળવું પણ છે, ફાવે તો રાયપુરનાં ભજિયાં લઇને આવી જજે. બાળપણના મિત્રો ખાસ હોય એટલે નીકળ્યો પણ ખરો. રાતના ૯ વાગ્યા. મેં ફોન કર્યો કે કઇ ટ્રેનમાં આવો છો તો કહે બસ અડધા કલાકમાં પંહોચીએ જ છીએ, આમ, અડધો કલાક કરતાં કરતાં રાતનો એક વાગી ગયો. છેલ્લે મેં ફોન કર્યો તો બધાના મોબાઇલ બંધ. બીજે દિવસે થોડી બોલાચાલી થઇ, કારણ કે મારા પેશન્ટ પણ મારી રાહ જોઇને ઘરે ચાલ્યાં ગયાં. ભૂતકાળમાં મેં ફ્રેન્ડને બહુ ભયંકર રીતે ઉલ્લુ બનાવ્યો હતો અને તે દિવસે તેમણે મને એપ્રિલ-ફૂલ બનાવી દીધો. આજે પણ તે દિવસને યાદ કરીને હસવું આવે છે.’ - ડો. પ્રતીક પટેલ

એક સાથે રિઝાઇન કરવાનો પ્લાન બનાવ્યો

અમારી સાથેનોકરી કરતો એક મિત્ર બહુ મોટી મોટી વાતો કરતો, તેની બહાદુરી ચેક કરવા માટે એક પ્લાન બનાવ્યો. ૩૧ માર્ચે ફાઇનાન્શિયલ યર કમ્પ્લીટ થાય ત્યારે અમે ભેગા મળીને રિઝાઇન કરવાનું નક્કી કર્યું. અમે પ્લાનમાં મેનેજરને પણ જોડી લીધા હતા. અમે બધાએ તેને કહ્યું અહીંથી રિઝાઇન કરીએ છીએ, તેને લાગ્યું કે આ લોકો મને એપ્રિલ-ફૂલ બનાવે છે, તેથી તે પણ અમારી સાથે રિઝાઇન કરવા તૈયાર થયો. રિઝાઇન આપવા ઓફિસમાં ગયા. સામે સર પણ બોલ્યા કે ચલો હવે નવી ટીમ તો આવશે. હજુ પણ તેને લાગતું હતું કે બધા મજાક કરે છે પણ અમે તમામે રજિસ્ટર પર રિઝાઇન માટેની સાઇન કરી, તેની પાસે રજિસ્ટર પહોંચ્યું તો તેને થયું કે આ બધું હકીકતે જ બને છે, તેણે સરને કીધું કે હું થોડું વિચારીને કહું. બધા કહેવા લાગ્યા કે તો પહેલાં શા માટે હા પાડી, તેણે રિઝાઇન લેટર પણ ત્યાં જ ફાડી નાખ્યો, ત્યારબાદ બધા હસવા માંડયા.

- રોનક શાહ, મિકેનિકલ એન્જિ.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com