મુંબઈ : ૩૧ માર્ચ ૨૦૧૨
“હું એક પર્ફોર્મર છું અને આ બધુ હું એક એક્ટર તરીકે કરું છું. એક્ટર તરીકે મને આ પ્રકારના સિન કરવામાં કોઇ જ છોછ નથી. જો મારી ફિલ્મના કોઇ પણ સિન પ્રત્યે હું કમ્ફર્ટેબલ નહીં હોઉં તો તે સિન હું ક્યારેય નહીં કરું.”
બંગાળી ફિલ્મ ‘ચત્રક’માં અત્યંત હોટ સિન આપ્યા પછી બંગાળી અભિનેત્રી પાઓલી દામને બોલિવૂડમાં અનેક ફિલ્મો ઓફર થવા લાગી હતી અને ટૂંક સમયમાં તેની ફિલ્મ પણ રિલીઝ થવા જઇ રહી છે. આ અંગે પાઓલી કહે છે કે, “વિક્રમ ભટ્ટે મારી ફિલ્મ જોઇને મને પહેલી એપ્રિલે જ ફોન કર્યો હતો. મને લાગ્યું કે, કોઇએ મને એપ્રિલફૂલ બનાવવા કોલ કર્યો હશે, પરંતુ પાછળથી મને ખબર પડી કે આ કોલ વિક્રમ ભટ્ટનો જ હતો. આથી હું ખૂબ જ રોમાંચિત થઇ ગઇ હતી.”
વિક્રમ ભટ્ટની આગામી ફિલ્મ ‘હેટ સ્ટોરી’નું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું ત્યારે તેમાં એક અર્ધનગ્ન યુવતીને જોઇને દર્શકોમાં આતુરતા જાગી હતી કે, આ યુવતી છે કોણ! આ પોસ્ટરમાં એક યુવતી ખુલ્લી પીઠ દેખાતી હતી અને તેથી દર્શકોમાં તેની ખાસ્સી ચર્ચા જાગી હતી.
આ વિશે વાત કરતા પાઓલી કહે છે કે, “મને નથી લાગતું કે આ પોસ્ટરમાં મને કંઇક રહસ્યમય રીતે દર્શાવાઇ છે. આ પોસ્ટર રિલીઝ થયું ત્યારે જેમને ખ્યાલ હતો કે, આ મારી ફિલ્મ છે, તેમણે મને પૂછયું કે, આ પોસ્ટરમાં કોણ છે? મેં તેમને કહ્યુ કે, થોડો સમય રાહ જુઓ.”
આ ફિલ્મમાં કેટલાક બોલ્ડ સિન વિશે પાઓલી સ્પષ્ટતા કરે છે કે, “હું એક પર્ફોર્મર છું અને આ બધુ હું એક એક્ટર તરીકે કરું છું. એક્ટર તરીકે મને આ પ્રકારના સિન કરવામાં કોઇ છોછ નથી.”