Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 10:55:43 AM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
Breaking News વડાપ્રધાન બપોરે 2 વાગે ઉત્તરાખંડની મુલાકાત લેશે
 

ભરૂચની દૂધધારા ડેરીનું દૂધ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયુ

Apr 01, 2012 Baroda > Bharuch-Narmada
 
comment     E-Mail     Print    
 
Viewed: 471
Rate: 2.0
Rating:
Bookmark The Article

ભરૂચ, તા.૩૧

ભરૂચ દુધધારા ડેરીનું દુધ સપ્લાય કરતા ટેમ્પા ચાલકો દ્વારા દુધ બારોબાર કેટલાક વેપારીઓને વગે કરાતુ હોવાની માહિતી ડેરીના કર્મચારીઓને સાંપડી હતી. જે માહિતીના આધારે ડેરીના કર્મચારીઓ દ્વારા ગઇ કાલના રોજ દુધ લઇ જતા ટેમ્પા ચાલકો પર વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં દુધની કેન બારોબાર વગે કરવાનું કૌભાંડ ઝડપાયુ હતું. જેમાં ચાર ઇસમો વિરૂધ્ધ ડેરીના કર્મચારીએ ફરીયાદ નોંધાવી હતી.

  • ચાર આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા ડેરીના કર્મચારીઓ

ભરૂચ દુધધારા ડેરીમાં વિવિધ ગામોમાંથી પશુપાલકોને ત્યાંથી દુધ એકઠુ કરી ડેરીમાં પહોંચાડવા માટે ટેમ્પાનો ઉપયોગ કરાય રહ્યો છે. જ્યારે કેટલાક ટેમ્પા ચાલકો દ્વારા ડેરીના નામ પર એકઠુ કરાયેલુ દુધ બારોબાર અન્ય વેપારીઓને વગે કરાતુ હોવાના કૌભાંડની ડેરીના કર્મચારીઓને જાણ થઇ હતી. જે બાતમીના આધારે ડેરીના કર્મચારી ભીખુભાઇ શનુભાઇ ગોહીલ રહે. જુના તવરાએ વિવિધ ટેમ્પા ચાલકો પર વોચ ગોઠવી હતી.જે વોચ દરમ્યાન ગઇ કાલ રાત્રી દરમ્યાન ટેમ્પા નંબર જીજે-૬-ડબલ્યુ-૯૬૯૯ માં મુકેલા દુધની કેન પૈકી શુક્લતીર્થ ગામની એક કેનમાંનુ દુધ ડેરીમાં જાણ કર્યા વગર ૧૮ લિટર દુધ કિંમત ૫૩૩ રૂપિયાનું બારોબાર ઝાડેશ્વરના કૌશિકને પહોંચાડાતુ હતુ. જે તે

સમયે ભીખુભાઇએ ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ સાથે ટેમ્પા ચાલક સહિત આ કૌભાંડમાં સંડોવાયેલા કેટલાક ઇસમોની ધરપકડ કરાવી હતી. ભીખુભાઇ ગોહિલે જીતુ ચતુર વસાવા, સુરેશ છત્રસિંહ વસાવા, કિરણ ઠાકોર વસાવા ત્રણેય રહે. નંદેલાવ વિરૂધ્ધ કાયદેસરની ફરીયાદ નોધાવી તમામ વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી કરાવી હતી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com