Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 01:25:32 PM IST
 

છ વર્ષમાં પગાર ૩૦ ટકા વધ્યા પણ સામે ખર્ચ ૬૫ ટકા વધ્યો

Apr 01, 2012 Ahmedabad > Ahmedabad City
 
comment     E-Mail     Print    
 
Viewed: 1413
Rate: 5.0
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા. ૩૧

આજથી વોશિંગ મશીનો, ડીશ વોશર્સ, રેફ્રિજરેટર્સ, એર કંડિશનર્સની કિંમતોમાં વધારો અમલી થતાં લગભગ ૮૨ ટકાથી વધુ ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયેલ છે. છેલ્લા છ વર્ષમાં પગારોમાં ૩૦ ટકાનો વધારો થયો છે પરંતુસામો ખર્ચાઓમાં ૬૫ ટકાનો વધારો થયો હોવાને કારણે મધ્યમ વર્ગને બે છેડા ભેગા કરવા મુશ્કેલ થઇ રહ્યાં છે. એસોચેમ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૧૦-૧૧માં દરેક ભારતીયની સરેરાશ માથા દીઠ આવક રૂ. ૫૪,૦૦૦ હતી તે વર્ષ ૨૦૧૧-૧૨માં રૂ. ૭,૦૦૦ના માલિક વધારા સાથે રૂ. ૬૧,૦૦૦ થવાની ધારણા છે. ધી એસોસિયેટેડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઓફ ઇન્ડિયાએ દિલ્હી, મુંબઇ, કોલકાતા, ચેન્નાઇ અમદાવાદ, હૈદ્રાબાદ, પૂણે ચંદીગઢ અને દહેરાદુન ખાતે જુદા જુદા ૫૦૦ કર્મચારીઓ સાથે વાર્તાલાપ યોજ્યો હતો.

  • ઘરનું બજેટ સરખુ કરવા ઝઝુમતી ૮૨ ટકા ગૃહિણીઓ

આમાંથી૭૨ ટકા કર્મચારીઓએ જણાવ્યું કે, એક્સાઇઝ ડયુટી અને સર્વિસ ટેક્સમાં વધારો થવાને કારણે પ્રોસેસ્ડ ફુડ, કોસ્મેટિક્સ, અને રસોડાની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થશે. સર્વિસ ટેક્સમાં વધારો થવાને કારણે ટેલિફોન બિલ વધારે ચુકવવું પડશે. હરવાફરવા જવાનું મોંઘુ થશે. સોનામાં આયાત ડયુટી વધતા જ્વેલરી મોંઘી થશે. સર્વિસ ટેક્સ, એક્સાઇઝ અને ટીડીએસના કારણે સૌૈથી વધારે અસર મધ્યમ વર્ગને થશે. ખાસ કરીને બહાર જમવા જવા, વેકેશનમાં ફરવા જવા, ઇલેક્ટ્રોનિક્સ કે ઓટોમોબાઇલ્સ કે રિયલ એસ્ટેટ સંબંધી ડીલમાં ખર્ચ વધી જશે. એસોચેમના જનરલ સેક્રેટરી ડી.એસ. રાવતના જણાવ્યા પ્રમાણે સર્વિસ ટેક્સના કારણે સીધી અસર બચતો પર પડશે.

લોકોએ ખર્ર્ચમાં કાપ મૂક્યો
કેટલા લોકો
ક્યાં કાપ મૂક્યો
૭૫ ટકા
બહાર જમવા
૬૫ ટકા
કપડાની ખરીદી
૫૯ ટકા
વેકેશનમાં ફરવા
૪૯ ટકા
ઇલેક્ટ્રોનિક સાધનો
૪૯ ટકા
ઓટો-રિયલ એસ્ટેટ
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com