Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 11:23:33 AM IST
 

પગાર સહિતના મુદ્દે ડોક્ટરોનો રેલી-સૂત્રોચ્ચાર દ્વારા વિરોધ

Apr 01, 2012 Surat > Surat City
 
comment     E-Mail     Print    
 
Viewed: 304
Rate: 5.0
Rating:
Bookmark The Article

સુરત તા.૩૧

છેલ્લાં નવ દિવસથી રાજ્ય સરકાર સામે જંગે ચઢેલા સિવિલના તબીબી શિક્ષકોએ સરકાર સામે વિરોધ દર્શાવતા બેનરો સાથે શનિવારે સવારે વિશાળ રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર સુપરત કર્યું હતુ. હડતાળિયા તબીબોની આ રેલીમાં સિવિલના રેસિડન્ટ્સ તથા વિવિધ મેડિકલ એસો.ના સભ્યો પણ જોડાયા હતા.

  • રાજ્ય સરકાર સામે વિરોધ દર્શાવતા બેનરો સાથે સિવિલના તબીબી શિક્ષકોની વિશાળ રેલી
  • કલેકટરને આવેદનપત્ર અપાયું, રેલીમાં રેસિડન્ટ્સ તથા વિવિધ એસો.ના ડોક્ટરો પણ જોડાયા

યુજીસી પ્રમાણે પગારધોરણ સહિતના પડતર પ્રશ્નોના રાજ્યભરના તબીબી શિક્ષકો રાજ્ય સરકાર સામે આંદોલન ચલારી રહ્યા છે. છેલ્લાં ઘણાં વર્ષોથી તબીબોની આ લડત અંગે સરકારની ખોખલી ખાત્રી આપવાની નીતિ રીતિ સામે રોષે ભરાયેલા તબીબોએ અંતે આંદોલનનું રણશિંગું ફૂંક્યું હતુ. આંદોલનના ભાગરૂપે તબીબી શિક્ષકો છેલ્લાં નવેક દિવસથી હડતાળ પર ઉતર્યા હતા. દરમિયાન આજરોજ તબીબી શિક્ષકોએ રેલી કાઢી હતી. સિવિલ કેમ્પસમાં તબીબી શિક્ષકો એકત્ર થયા હતા. હડતાળિયા તબીબોને સમર્થન આપી ટોકન સ્ટ્રાઇકમાં ઉતરેલા તબીબી શિક્ષકો પણ આ રેલીમાં જોડાયા હતા તેમજ શહેરના વિવિધ મેડિકલ એસો.ના સભ્યો પણ રેલીમાં હાજર રહ્યા હતા. સરકાર સામે વિરોધ દર્શાવતા બેનરો સાથે સિવિલ કેમ્પસથી નીકળેલી વિશાળ રેલી મજુરાગેટથી અઠવા ગેટ થઇ કલેકટર કચેરીએ પહોંચી હતી. જ્યાં તબીબી શિક્ષકોના પ્રતિનિધિ મંડળે કલેકટરને આવેનપત્ર સુપરત કર્યું હતુ.

હડતાળિયા તબીબો આજે સરકાર વિરોધી નાટક કરશે

હડતાળિયા તબીબો આવતીકાલે રાજ્ય સરકાર વિરોધી નાટક કરશે. રવિવારે સવારે ૧૦ વાગ્યે મેડિકલ કોલેજમાં ડીન ઓફિસની બહાર કેમ્પસમાં તબીબી શિક્ષકો એકત્ર થઇ નાટકની ભજવણી કરી સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવશે

સરકાર સામે વિરોધ દર્શાવતા સ્લોગનો
  • મેડિકલ કોલેજોના તબીબોવે થતો અન્યાય દૂર કરો
  • બીજી કોલેજોના અધ્યાપકો જેટલું પગાર ધોરણ આપો
  • છઠ્ઠા પગાર પંચના અમલમાં રહેલી વિસંગતતા દૂર કરો
  • કરીએ નિર્માણ ભાવિનું, પણ અમારા ભાવિનું શું?
  • આ વાઇબ્રન્ટ ગુજરાતમાં તબીબી શિક્ષકો ક્યાં?
  • ટકે શેર ભાજી નહિં, ટકે શેર ખાજા નહિ પણ તબીબી શિક્ષક તો ટકે શેર જ...
  • તબીબી શિક્ષણ થયું મોંધુ, તબીબી શિક્ષકો થયાં સસ્તા
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com