રાજકોટ, તા.૩૧
સૌરાષ્ટ્ર યુનિર્વિસટીમાં સેનેટની કોલેજના અધ્યાપકોની ચૂંટણી માટે આવતીકાલ રવિવારે મતદાન યોજાશે. યુનિર્વિસટી દ્વારા ૧૧ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. અધ્યાપક વર્ગમાં ગરબડ થવાના ચાન્સીસ ઓછા છે. વિજ્ઞાન અને બિઝનેશ મેનેજમેન્ટ વિદ્યાશાખાની ચૂંટણી ર્ટિંનગ પોઈન્ટ બની રહેશે.
- રચના બાદ બિઝનેશ મેનેજમેન્ટની પ્રથમ વખત ચૂંટણી : ૧૦ ચૂંટણી નિરીક્ષકો નિમાયા
કોલેજના અધ્યાપકોની ચૂંટણીમાં ૮ વિદ્યાશાખાની ૧૯ બેઠક માટે ૩૯ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે. ૨૯૩૫ મતદારો ૬૩ મતદાન મથકો પર મતાધિકારનો પ્રયોગ કરશે. નવા ઉમેદવારો સાથે પૂર્વ સેનેટરોએ પણ ઝંપલાવ્યું હોય તેમની પણ અગ્નિ પરીક્ષા થઈ જશે. યુનિર્વિસટી દ્વારા મતદાન મથકો પર મતપેટી અને ચૂંટણી સાહિત્ય મોકલી અપાયું છે. બે પ્રોફેસર અને વહિવટી વિભાગના ૮ અધિકારીઓ મળીને ૧૦ ચૂંટણી નિરીક્ષકો ગેરરીતિ થાય નહીં તે માટે કાર્યરત રહેશે. સાંજે મતદાન પૂર્ણ થયે તમામ મતપેટી સીલ કરીને યુનિર્વિસટીના સેનેટ હોલમાં ગોઠવીને હોલને સીલ કરી દેવામાં આવશે. યુનિ. પાસે સ્ટ્રોંગ રૂમની સુવિધા ન હોય સેનેટ હોલ હંગામી સ્ટ્રોંગ રૂમમાં ફેરવાશે.
બિઝનેશ મેનેજમેન્ટ ફેકલ્ટીની રચના બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે. લગભગ બે ટર્મથી બિનહરીફ બનતી આ બેઠક પર ચૂંટણી જંગ ખેલાશે. તેના સિવાય વિજ્ઞાન વિદ્યાશાખાની ચૂંટણી યુનિર્વિસટીના રાજકારણમાં ર્ટિંનગ પોઈન્ટ સાબિત થશે. યુનિર્વિસટીના રાજકારણને નજીકથી પિછાણતા કાર્યકરો એવું માને છે કે પૂર્વ સેનેટરે આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. જો તેઓ હારી જાય તો સિન્ડીકેટમાં જગ્યા ખાલી પડે. સિન્ડીકેટમાં જગ્યા ખાલી પડે તો બીજાને પ્રવેશવાનો ચાન્સ મળી શકે. પરંતુ આ બધા ગણિત જો અને તો પર આધારિત છે.