Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 04:23:36 AM IST
 

રૂ.૩૭ લાખના સ્વીપર મશીનથી સફાઈ કરવા માટે રૂ.૧.૪૪ કરોડનો કોન્ટ્રાક્ટ !

Apr 01, 2012 Baroda > Baroda City
 
comment     E-Mail     Print    
 
Viewed: 487
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા, તા.૩૧

કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલી સફાઈ ઝુંબેશમાં ઉપયોગમાં લેવાતા સ્વીપર મશીનના વાર્ષિક ઈજારામાં ભ્રષ્ટાચાર કરાયો હોવાનો વિપક્ષી સભ્યએ આક્ષેપ કર્યા છે અને રૂ.૩૭ લાખની કિંમતના મશીનથી સફાઈ કરાવવાનો ત્રણ વર્ષનો રૂ.૧.૪૪ કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. જેમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાનો તેમણે આક્ષેપ કરીને મ્યુ.કમિશનરને રજૂઆત કરી છે અને તાત્કાલિક અસરે વિજિલન્સ તપાસ મૂકી તપાસ કરવાની માગણી કરી છે.

છેલ્લાં કેટલાક દિવસથી કોર્પોરેશને સફાઈ ઝુંબેશ હાથ ધરી છે. જેમાં તબક્કાવાર દરેક વોર્ડમાં એક દિવસીય સફાઈ કરવામાં આવે છે. આ ઝુંબેશને ચલાવવા સફાઈ માટે સ્વીપર મશીન ઉપયોગમાં લેવાય છે. તેવા બે મશીનથી સફાઈ કરવા માટે ત્રણ વર્ષનો ઈજારો કોર્પોરેશને આપ્યો છે.

  • ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિપક્ષી સભ્યની મ્યુ.કમિશનરને રજૂઆત

વિપક્ષી સભ્યએ મ્યુ.કમિશનરે આક્ષેપ સાથે રજૂઆત કરતા કહ્યું હતુ કે, એક સ્વીપર મશીનની કિંમત રૂ.૩૭.૫ લાખ છે. જ્યારે એક શિફ્ટમાં સ્વીપર મશીનથી સફાઈ કરવા માટે કોર્પોરેશન કોન્ટ્રાક્ટરને રૂ.૭ હજાર ચૂકવે છે. જે મુજબ દરરોજ એક મશીન બે શિફ્ટમાં કામ કરતા હોવાથી એક દિવસના કોર્પોરેશન કોન્ટ્રાક્ટરને રૂ.૧૪ હજાર ચૂકવે છે. જે અનુસાર મહિનાના અંદાજે રૂ.૪ લાખ અને વર્ષે રૂ.૪૮ લાખનો ખર્ચ થશે. તેમાં ત્રણ વર્ષના ઈજારા મુજબ કોર્પોરેશનને અંદાજે રૂ.૧.૪૪ કરોડ કોન્ટ્રાક્ટને ચૂકવવાની નોબત આવશે. ખરેખર મશીનની કિંમત રૂ.૩૭.૫ લાખ છે જેની સામે રૂ.૧.૪૪ કરોડનો કોન્ટ્રાક્ટ આપીને સોના કરતા ઘડામણ મોંઘી જેવો ઘાટ ઘડાયો છે.

જેમાં ભ્રષ્ટાચાર કરાયો છે. એટલંુ જ નહીં, તે મશીનોથી બરાબર સફાઈ પણ થતી નથી. તે મશીનો બિનકાર્યક્ષમ છે. તેથી આવા મશીનાને ઉપયોગ કરાવીને કોર્પોરેશનની તિજોરી પર ખોટા ખર્ચા કરવાનો મત્તલબ શું? જેથી તાત્કાલિક અસરે વિજિલન્સ તપાસ મૂકીને કસૂરવારો સામે પગલા ભરવાની વિપક્ષી સભ્યએ માગણી કરી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com