Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 03:53:22 AM IST
 

સુરસાગરમાંથી શ્રીજીની ખંડિત મૂર્તિઓ નીકળી

Apr 01, 2012 Baroda > Baroda City
 
comment     E-Mail     Print    
 
Viewed: 864
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા,તા.૩૧

કોર્પોરેશને આજે સુરસાગરની હાથ ધરેલી સફાઈ દરમિયાન ગણપતિ દાદાની ખંડિત ૧૦ જેટલી મૂર્તિઓ મળી હતી. જેથી લોકોની લાગણી દુભાઈ હતી. તળાવમાં થતુ પ્રદૂષણ રોકવા કોર્પોરેશને સુરસાગર ફરતે આવેલા મંદિરો પર પાંચ કળશ મૂક્યા હતા. જે કળશોમાં જ પૂંજાપો નાખવાની કોર્પોરેશને અપીલ કરી છે.

  • પૂજાપો નાખવા સુરસાગર ફરતે પાંચ કળશ મૂકયાં
  • પૂજાપો કળશમાં જ નાખવા અપીલ

સુરસાગર તળાવની સફાઈની કામગીરી આજે હાથ પર લેવાઈ હતી. તેમાં હનુમાન દાદાના મંદિર પાસે જ્યાં ભગવાન ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરાય છે તે જગ્યા પરથી સફાઈની શરૂઆત કરવામાં આવી હતી.

સફાઈ કામદારોને તળાવમાં ઉતારવામાં આવ્યા હતા. જે સફાઈ દરમિયાન ત્યાંથી ગણપતિ દાદાની ખંડિત ૧૦ જેટલી મૂર્તિઓ મળી હતી. જે જોઈ ત્યાંથી પસાર થતાં લોકોની લાગણી દુભાઈ હતી.એટલુ જ નહીં, તળાવની સફાઈ દરમિયાન શ્રીફળના કૂચા અને પીઓપીઓનો મોટો જથ્થો નીકળ્યો હતો.તળાવમાં કોઈ ભક્ત પૂંજાપો ન નાખે તે માટે કોર્પોરેશને સુરસાગર ફરતે આવેલા મંદિરો પર પાંચ કળશો મૂક્યા હતા. જે કળશોમાં જ પૂંજાપો નાખવાની કોર્પોરેશનના તંત્રએ લોકોને અપીલ કરી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com