ઉજ્જૈન, તા. 01
ચૈત્ર નવરાત્રિ ચાલી રહી હોવાથી શ્રદ્વાળુઓને ધાર્મિક અને આધ્યાત્મિક લાભ મળી રહ્યો છે. આજના દિવસે પુષ્ય નક્ષત્રના મધ્યાન્હે દશરથ નંદન ભગવાન શ્રીરામનો જન્મોત્સવ મનાવાશે. ચૈત્ર માસમાં શુક્લ પક્ષની નવમી તિથિના દિવસે પુષ્ય નક્ષત્ર, સુકર્મા યોગ, કૌલવ, કરણની સાથે સર્વાર્થ સિદ્ધ યોગનો દિવ્ય સંયોગ થઈ રહ્યો છે.
ભારતીય માન્ય સમય અને સ્થાનિક રેખાંશના આધાર પર નક્ષત્ર મેખલાની ગણનાથી જોવા જઈતે ગત 68 વર્ષોમાં આવો શુભ સંયોગ માત્ર 9 વખત જ બન્યો છે. આ 10મી વખત આવો સંયોગ બન્યો છે, જ્યારે પંચાગમાં પાંચ અંગોના શુભ સમયમાં રામલલા જન્મોત્સવ મનાવાશે. પ્રસિદ્ધ જ્યોતિષ ડિંબક મહારાજ અનુસાર, આ શુભ ચોઘડિયામાં જ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનો જન્મ થયો હતો.
પંચાગના પાંચ અંગોના સ્વામીઓએ ભગવાન શ્રીરામને પરાક્રમી, શૌર્યવાન, ઐશ્વર્યશાળી, મર્યાદા પુરુષોત્તમ, દિગ્વિજયી, વૈભવશાળી, શક્તિ સંપન્ન, વિન્રમ, આકર્ષક વ્યકિત્વના સ્વામી તેમજ કળાની વિભિન્ન વિદ્યાઓમાં નિપુણ બનાવ્યા. આ દિવસ વિશેષમાં રામ આરાધનાથી વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે.
આ પૂર્વે ક્યારે બન્યો સંયોગ
વર્ષ 1944, 54, 68, 71, 78, 85, 95, 98 તથા 2002 પછી આ વર્ષે 2012ના રોજ આવો દિવ્ય સંયોગ બન્યો છે જે આગામી સાત વર્ષ પછી વર્ષ 2019માં આવો શુભ સંયોગ આવશે.