Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 18,2013 02:09:20 PM IST
 

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જવાબ લખવાનું કૌશલ્ય વિકસાવો

Apr 01, 2012 Supplements > Career
 
comment     E-Mail     Print    
 
Viewed: 601
Rate: 0
Rating:
Bookmark The Article

Target G-cet - Vidhyut

Verbal એટલે વ્યક્ત કરેલ (લેખિત અથવા મૌખિક રીતે) Reasoning એટલે કોઈ પણ બાબતે વ્યાજબી અભિપ્રાય આપવો. GCETના Brochureને જોઈએ તો એમ પણ જાણવા મળશે કે GCETનું પ્રશ્નપત્ર CAT/GRE/GMAT પર આધારિત રહે છે, તેથી જ CAT/GRE/GMA્ના પ્રશ્નપત્રમાંથી ફઇના પ્રશ્નો જોઈ જઈએ તો GCET ખરેખર શું ચકાસવા માગે છે તેનો એક વ્યાજબી અંદાજ મળી શકે

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઘણા વિષયોને અને તેના દાખલા કે ગણતરીને ખૂબ જ અઘરી માનવામાં આવે છે. વિદ્યાર્થીઓ કેટલાક વિષયોનું નામ સાંભળીને તે વિષયોના દાખલા ગણવામાં ભયના કારણે ભૂલ કરી બેસે છે, પરંતુ ગણિત અને ગણતરી વચ્ચેના ફરકની જેમ જ જો તર્કબદ્ધ રીતે દાખલાનું સોલ્યુશન લાવવાની કોશિશ કરવામાં આવે તો આ વિષયોમાં માર્ક સ્કોર કરવા જરા પણ અઘરા નથી. સ્પર્ધાત્મક પરીક્ષાGCETનું સંચાલન ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી કરે છે. GCET નું Brochure જોઈએ તો તેમાંથી જાણવા મળશે કે GCETના ચાર મુખ્ય અવયવ હોય છે.

(1) Verbal Reasoning

(2) Quantitative Skills (QUANT)

(3) Logical Reasoning (LR)

(4) General Knowledge. છેલ્લા ઘણા વખતથી આપણે QUANT અને ન્ઇના પ્રશ્નો જોતાં આવ્યા છીએ. હવે થોડોક વખત Verbal Reasoning (ફઇ) જોઈશું.

Verbal એટલે વ્યક્ત કરેલ (લેખિત અથવા મૌખિક રીતે) Reasoning એટલે કોઈ પણ બાબતે વ્યાજબી અભિપ્રાય આપવો. GCET ૨૦૦૯ના Brochureને જોઈએ તો એમ પણ જાણવા મળશે કે GCE્નું પ્રશ્નપત્ર CAT/GRE/GMAT પર આધારિત રહે છે, તેથી જ CAT/GRE/GMAT ના પ્રશ્નપત્રમાંથી ફઇના પ્રશ્નો જોઈ જઈએ તો GCET ખરેખર શું ચકાસવા માગે છે તેનો એક વ્યાજબી અંદાજ મળી શકે. જો આવો વ્યાજબી અંદાજ મળતો હોય તો જ ખરેખર કેવી રીતે GCET માટે તૈયારી કરવી તે ખબર પડે. CAT/GRE/GMATનાં પ્રશ્નપત્રો ચોમેર ઉપલબ્ધ છે, તો પછી અંધારામાં તીર મારે રાખવાની શી જરૂર?

GREમાંથી આ પ્રશ્ન જોઈએ જેમાં એક વાક્ય આપવામાં આવ્યું છે, જેમાં બે ખાલી જગ્યા છે. પ્રશ્નના પાંચ વિકલ્પ છે, જેમાંથી ખાલી જગ્યામાં સૌથી શ્રેષ્ઠ બંધબેસતો વિકલ્પ નક્કી કરવાનો છે. વાક્ય અને વિકલ્પો આ પ્રમાણે છેઃ

Agronomists are incresingly worried about ‘desertification’, the phenomenon that is turning many of the world’s .................. fields and pastures into ............... wastelands, unable to support the people living on them.   

A) fertile... barren
B) productive... blooming
C) arid... thriving
D) poorest... marginal
E) largest... saturated.

પ્રશ્ન ઉકેલવાની શરૂઆત કરતાં પહેલાં અમુક શબ્દોના ભાવાર્થ જાણી લઈએ.

હંમેશાં યાદ રાખવું કે AGRO એટલે ખેતીને લગતું. Agronomist એટલે ખેતીની પેદાશ કેવી રીતે મહત્તમ મળે તે વિજ્ઞાનનો ખેરખાં. ‘Desertification’ શબ્દને Inverted commaમાં મૂક્યો છે એનો મતલબ એમ થયો કે આ શબ્દ Agronomists વાપરે છે પણ તે કદાચ શબ્દકોષમાં ન પણ હોય. ટૂંકમાં, ‘Desertificationશબ્દ આ વાક્યના લેખકનો નથી, બીજા કોઈનો છે. Fertile એટલે ફળદ્રુપ, Blooming એટલે જેમાં ખૂબ ફળ/ફૂલ થતાં હોય (એટલે કે ફળદ્રુપ), Barren એટલે જેમાં કાંઈ ઊગતું ન હોય તે. જેથી કોઈ સ્ત્રીને સંતાન ન હોય તેને Barren Woman કહી શકાય. Productive એટલે પણ ફળદ્રુપ. કોઈ જગ્યામાં કાંઈ ઊગતું ન હોય તેને arid જગ્યા કહેવાય. કોઈનો ધંધો thriving જ્યારે કહેવાય કે તે ધમધમતો હોય ત્યારે.

Poorest એટલે ગરીબમાંનો ગરીબ. કોઈ ખેડૂતને Marginal ખેડૂત ત્યારે કહેવાય જ્યારે તે એટલું જ ઉગાડી શકતો હોય કે જેનાથી તેના પોતાના કુટુંબનું ભરણપોષણ થઈ શકે, પણ એક દાણોય બજારમાં વેચવા માટે તેના પાસે ન હોય. Largest એટલે સૌથી વિશાળ અને Saturated એટલે તરબતર (પાણીથી છલોછલ અથવા સંતૃપ્ત).

હવે કયો વિકલ્પ ચાલશે તે જોઈએ. વાર્તાનો સાર એમ છે કેઃ Agronomistsને અમુક પરિવર્તન ચિંતાજનક ત્યારે જ લાગી શકે કે કોઈ વસ્તુ સારામાંથી ખરાબમાં ફેરવાતી હોય ત્યારે. પહેલા વિકલ્પમાં Fertile એટલે ફળદ્રુપમાંથી Barren એટલે કે ઉજ્જડમાં પરિવર્તન થાય તો Agronomists તો શું પણ મને અને તમને પણ ચિંતા થાય તે વ્યાજબી છે. માટે પહેલો વિકલ્પ ચોક્કસ ચાલી શકે. બીજા વિકલ્પમાં Productive (ફળદ્રુપ)માંથી Blooming (એટલે પણ ફળદ્રુપ) થાય તેને પરિવર્તન જ ન કહી શકાય તો શા માટે ચિંતા કરવી? મૂકો તેને તડકે અને જુઓ ત્રીજો વિકલ્પ. Arid એટલે રણ જેવું અને Thriving એટલે ધમધમતું. જો કોઈ જગ્યા Aridમાંથી Thriving થાય તો તો હર્ષની ચિચિયારીઓ પાડવી જોઈએ. આવી પરિસ્થિતિમાં ચિંતા કરે તે સદંતર ઘોઘો ગણાય. ચોથો વિકલ્પ Poorest થી Marginalમાં પરિવર્તન બાબતે છે. જે માણસ એટલો ભયંકર ગરીબ હોય અને તેમાંથી એના પોતાના કુટુંબનું ભરણપોષણ કરી શકે એવી પરિસ્થિતિ થાય તો તે પણ આનંદની વાત છે, નહીં કે ચિંતાની એટલે ચોથો વિકલ્પ પણ ડૂચો વાળીને કચરા ટોપલીમાં ફગાવી દેવાને લાયક છે. પાંચમાં વિકલ્પમાં તરબતર અથવા સંતૃપ્ત પરિસ્થિતિ પણ આનંદની વાત છે.

સમસ્યા તો માત્ર કોઈ વસ્તુની ઉપલબ્ધી ન હોય અથવા યોગ્ય માત્રામાં મળતી ન હોય ત્યારે થાય, પણ તરબતર પરિસ્થિતિ પણ આવકાર્ય જ છે. માટે પહેલો વિકલ્પ સાચો અને બાકીના ચારને મારો ગોળી. Verbal Reasoningનું આ દૃષ્ટાંત જોયા પછી એક નિર્ધાર કરજો. CAT/GRE/GMAT નાં વાસ્તવિક પ્રશ્નપત્રો સિવાય કોઈને અડકવું પણ નહીં. ફઇનું બીજું એક ઉદાહરણ મેળે ઉકેલવાનો પ્રયત્ન કરીશું? ઉપરોક્ત પ્રશ્ન જોયો તે Patternનો જ આ પ્રશ્ન આ પ્રમાણે છે.

• The Painting was larger than it appeared to be, for, hanging in a darkened recess of the chapel, it was ............ by the perspective..

(A) improved
(B) aggrandized
(C) embellished
(D) jeopardized
(E) diminished.

એક ભેજામારીનો પ્રશ્ન મેળે ઉકલવો છે? લ્યો ત્યારે. એક પરીક્ષાના પ્રશ્નપત્રમાં કુલ પચાસ પ્રશ્નો હતા. જેટલા પ્રશ્ન સાચા પડે તેના માટે પ્રશ્નદીઠ એક માર્ક મળે. ખોટો જવાબ હોય ત્યાં એક તૃતીયાંશ માર્ક કપાઈ જાય અને જેટલા પ્રશ્ન છોડી દીધા હોય તેટલાના પ્રશ્નદીઠ એક સષ્ઠાંશ માર્ક કપાઈ જાય.

પરીક્ષાર્થીનો આ બધા સરવાળા, બાદબાકી કર્યા બાદનો સ્કોર બત્રીસ માર્ક્સનો રહ્યો, તો તેના ખોટા પડયા એવા સવાલો ઓછામાં ઓછા કેટલા હોઈ શકે અને વધુમાં વધુ કેટલા? આપના જવાબ ચકાસવા છે? તો લખોઃ

query@catalysis.co.inને.
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com