Study Abroad - Maulin Raval
હું એન્જિનિયરિંગ ઇન ઇન્સ્ટ્રુમેન્ટેશનનો અભ્યાસ કરું છું. મારે કેનેડાના અથવા અન્ય બેસ્ટ કન્ટ્રીના સ્ટડી વિઝા માટે શું કરવું? હું મધ્યમવર્ગનો છું. તેથી સ્કોલરશિપની સગવડતાવાળી યુનિવર્સિટીનાં નામ આપશો? ધુ્રમિલ શાહ, સુરત. તમારે તમારા ઇન્ટરેસ્ટના વિષયો અર્થાત્ એપ્ટિટયૂડને અનુરૂપ માસ્ટર ડિગ્રી માટે કે અન્ય અભ્યાસ માટે પ્રયાસ કરવો જોઈએ. અમેરિકા અને કેનેડાની સારી યુનિવર્સિટીનું લિસ્ટ ઘણું લાંબું છે જે તમે જાતે જ ઇન્ટરનેટ ઉપર સર્ચ કરી શકો છો તથા સ્કોલરશિપ તમને કઈ કોલેજ આપશે તે પણ જાણી શકો છો.
* મેં બેચલર ઓફ ફાર્મસીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. મારે એપ્લાઇડ સાયન્સનો સ્ટડી કરવા ન્યૂઝીલેન્ડ જવું છે, તો ત્યાં પરમેનન્ટ રેસિડેન્સના ચાન્સીસ છે? હાર્દિક ગોટુ, બરોડા.
* હા, જો સ્ટડી પૂરો કરી અથવા તે દરમિયાન તમને કોઈ સારી કંપની જોબ આપીને તમારા માટે પિટિશન ફાઇલ કરે તો રેસિડેન્સી મળવાની શક્યતા નકારી શકાય નહીં.
* મેં એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને મારા કાકાએ અમારા માટે અમેરિકામાં ફેમિલી બેઇઝ્ડ પિટિશન ફાઇલ કરી છે. તો મારે તે દ્વારા ગ્રીનકાર્ડ મળે તેની રાહ જોવી કે અમેરિકાના સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કરું? ચિરાગ શાહ, અમદાવાદ.
* ગ્રીન કાર્ડ તમને બે વર્ષની અંદર જ મળવાની શક્યતા છે. જ્યારે તમારી પિટિશન પેન્ડિંગ હોઈ તમને સ્ટુડન્ટ વિઝા મળવાની શક્યતા નહીંવત્ છે, કારણ જેની પિટિશન થયેલ હોય તેને નોન ઇમિગ્રન્ટ વિઝા મુંબઈ કોન્સ્યુલેટમાં અપાતા નથી.
* મેં આઈ.ટી.આઈ. કરેલું છે. મારે દુબઈ કોઈ કંપનીમાં જોબ કરવા જવા માટે શું કરવું? રવિ દોડિયા, જૂનાગઢ.
* પહેલાં દુબઈનો વિઝિટર વિઝા મેળવી ત્યાં જઈ રૂબરૂ તપાસ કરતા કોઈ જોબ આપી જરૂરી પરમિશન મેળવી તમને કાયદેસર રાખે તો જ રહેવાય, કારણ દુબઈના કાયદા બહુ જ કડક છે. ટૂંકમાં, તમને કોઈ જોબ આપે તો જ ત્યાં રહેવાય.
* મેં ફાર્માકોલોજી વિષય સાથે એમ. ફાર્મ કર્યું છે. મારા ઉપર ઇન્ડો યુરોપિયન કન્સલ્ટન્સીનો ફોન આવ્યો કે તે મને યુરોપના સાત કન્ટ્રી જેમ કે જર્મની, ઇટાલી, સ્પેન, ડેન્માર્ક, ઓસ્ટ્રેલિયા વગેરે કન્ટ્રીમાં તદ્દન ફ્રીમાં એડ્મિશન અપાવશે તો તે પોસિબલ છે?
પ્રફુલ્લ પટેલ, અમદાવાદ.
* અમેરિકામાં કે ઇન્ડિયામાં પાણી પણ ફ્રી નથી મળતું સિવાય કે પરબ. ટૂંકમાં તમને એવી બોગસ કોલેજ કે યુનિવર્સિટીમાં કદાચ એડ્મિશન અપાવશે તો પણ તેને તમારી ફીની રકમમાંથી ૨૦ ટકા કમિશન મળશે અને છેલ્લે તમને તેના લીધે સ્ટુડન્ટ વિઝા મળશે નહીં. તમે જાતે જ ઇન્ટરનેટ ઉપર સારી કોલેજમાં એપ્લાય કરશો તો પરિણામ સારું જ આવશે.
* મારા પુત્રએ બી.ઈ.નો અભ્યાસ પૂર્ણ કરી અમેરિકાના સ્ટુડન્ટ વિઝા માટે એજન્ટ મારફતે એપ્લાય કરતા વિઝા રિજેક્ટ થયા હતા. હવે મારા દીકરાએ વધુ અભ્યાસ માટે કેનેડા જવાનું નક્કી કર્યું છે, તો કેનેડાનો સ્ટડી અમેરિકા કરતાં બેટર છે?
પ્રશાંત દવે, અમદાવાદ.
* ના, તમારા પુત્રને જાતે જ કેનેડાના સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કરવાનું કહો. નાહકના તમારા પૈસા બગાડશો નહીં.