Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 07:27:52 AM IST
 

Groom your voice & Tone

Apr 01, 2012 Supplements > Career
 
comment     E-Mail     Print    
 
Viewed: 725
Rate: 5.0
Rating:
Bookmark The Article

Grooming - Abhishek

કોર્પોરેટ કલ્ચરના વિકાસ સાથે માત્ર વ્યક્તિના પહેરવેશમાં જ નહીં, પરંતુ તેની બોલવાની પદ્ધતિનો પણ વિકાસ થવો જરૂરી છે. કઈ જગ્યાએ બોલવું અને ક્યાં તમારા અભિપ્રાય કે બોલ-બચનની જરૂરિયાત નથી એ આજના કોર્પોરેટ કલ્ચરમાં સમજવું અનિવાર્ય છે. તમારી જુબાનને બ્રેક મારવી અઘરી નથી, તેમજ જ્યારે બોલો ત્યારે કયા ટોનમાં બોલવું એ શીખવું પણ અઘરું નથી. તમારા ટોનને ટચઅપ આપવાથી સહેલાઈથી તમે વોઇસ અને વાક્છટા બાબતે ગ્રૂમ થઈ શકો છો. તમારા અવાજ અને વાક્છટાને વિકસાવવા કેટલીક ટિપ્સ અહીં હાજર છે. હવેથી તમારી કોલેજ ઇન્સ્ટિટયૂટમાં વાઇવા ટેસ્ટ, નોકરી માટેના ઇન્ટરવ્યૂ, પ્રોફેશનલ મિટિંગ અને પ્રેઝન્ટેશન વખતે આ કી પોઇન્ટ ફોલો કરવાથી લોકો વોઇઝ અને ટોન બાબતે તમને ફોલો કરશે

* વાઇવા ટેસ્ટ હોય, ઇન્ટરવ્યૂ હોય કે પ્રેઝન્ટેશન ક્યારેય એટલું ધીમું ન બોલો કે કોઈને કાનમાં ધાક પડી હોય તેમ કાન ખેંચીને તમને સાંભળવા પડે અને ક્યારેય એટલું મોટા અવાજે ન બોલો કે સામેની વ્યક્તિને લોઅર યોર ટોન કહેવું પડે.

* વ્યક્તિગત રીતે તમે સ્ટુડન્ટ હોય, નોકરિયાત હોય કે કોઈ કંપનીના સીઈઓ તમે જ્યારે પણ બોલો ત્યારે હકારાત્મક વલણ અને આત્મવિશ્વાસથી બોલો.

* સામેની વ્યક્તિ સાથે વાતચીત કરતી વખતે નેચરલ રહો. તમારા શબ્દે શબ્દમાંથી તમે જે પ્રતિપાદિત કરવા ઇચ્છો છો તે ભાવ છલકાવો જોઈએ.

* તમને એ સુપેરે જાણ હોવી જોઈએ કે તમારો ટોન ક્યાં રેઇઝ થવો જોઈએ અને ક્યાં તમારા ટોનને રાઉઝ કરવો જોઈએ. ઇન્ટરવ્યૂઅર સામે તમારો ટોન વિનમ્રતાભર્યો હોવો જોઈએ. જો તમે કોઈ કંપનીમાં સિનિયર પોઝિશન પર હો અને તમારા કલિગ કે હાથ નીચેના કર્મચારી કામમાં કોઈ ભૂલ કરે તો તમારો ટોન ઊંચો ન હોવો જોઈએ, પણ તમે જે બોલો એમાંથી તેને ઠપકો અને શીખ મળવી જોઈએ.

* ‘બોલે એના બોર વેચાય’ કહેવત અમથી નથી પડી, પણ કેવી રીતે બોલવું એ શીખવાથી શક્ય છે કે તમારા બોરના દામ વધી જાય કે વધુ બોર વેચાય. જ્યારે પણ બોલો ત્યારે તમારી ભાષા સ્પષ્ટ હોવી જોઈએ. વધુ ઝડપથી અને ગડબડિયું ન બોલવું. સામેના વ્યક્તિને સંતોષકારક જવાબ મળી રહે એ સંદર્ભમાં બોલવું.

* બોલતી વખતે ઉચ્ચારણ (pronounce ) સ્પષ્ટ હોવા જોઈએ અને ડિક્શન (શબ્દોની પસંદગી અને પ્રયોગ, બોલવાની શૈલી) પ્રોબ્લેમ અવોઇડ કરો. સૌથી મહત્ત્વની વાત એ છે કે તમે કોઈ પણ ભાષામાં વાર્તાલાપ કરો, વાક્યો અધૂરાં

ન છોડો.

* જેમ લખવામાં અલ્પવિરામ, પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન અને આશ્ચર્ય ચિહ્નનો ઉપયોગ થાય છે તેવો જ ઉપયોગ બોલતી વખતે પણ કરો. બોલતી વખતે વચ્ચે વચ્ચે જરૂર જણાય ત્યાં પોઝ લો. એકની એક વાત ફરી ફરીને કે વારંવાર દોહરાવો નહીં. એનાથી તમારામાં રહેલી આત્મવિશ્વાસની કમી અથવા નર્વસનેસ સાફ તરી આવે છે.

* ક્યારેય તમારી સાથે વાત કરતી વ્યક્તિની વાત કાપો નહીં. એનાથી તેનું માન ઘવાય છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com