Study Option - Prashant Patel
ભારત મેડિકલ ઈક્વિપમેન્ટ્સના નિર્માણમાં ઈન્ટરનેશનલ હબ બની રહ્યું છે. અહીં નવી-નવી હોસ્પિટલો તો ખૂલી જ રહી છે સાથે મેડિકલ ટૂરિઝમનો કોન્સેપ્ટ પણ ઝડપથી આગળ વધી રહ્યો છે. દુનિયામાં ભારતની ઓળખ એક સારા મેડિકલ ર્સિવસ સેન્ટર તરીકે ઉપસી રહી છે. આ બધાં કારણોને લીધે જ ક્વોલિફાઈડ બાયોમેડિકલ એન્જિનિયરોની માંગ ખૂબ જ વધી રહી છે
૧૨મા ધોરણની પરીક્ષાઓ પૂર્ણ થયા પછી મોટાભાગના વિદ્યાર્થીઓની સામે મોટી દુવિધા એ હોય છે કે અભ્યાસ માટે કઈ
સ્ટ્રીમની પસંદગી કરે? ગ્રેજ્યુએશન કરે કે પછી કોઈ પ્રોફેશનલ અથવા વોકેશનલ કોર્સ? જો ગ્રેજ્યુએશન કરવાનું મન બનાવી લીધું હોય તો ફરીથી એક મોટો પ્રશ્ન ઉદ્ભવે છે કે ગ્રેજ્યુએશન માટે કઈ સ્ટ્રીમની પસંદગી કરવી? આ પ્રકારના પ્રશ્નો થવાનું કારણ એ છે કે આજે શિક્ષણમાં અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. આવા સમયે વિદ્યાર્થી એવા ચાર રસ્તા પર ઊભો હોય છે, જ્યાંથી તેણે એક ખાસ રસ્તાની પસંદગી કરવાની હોય છે, એવો રસ્તો જે તેની કારકિર્દીના ગ્રાફને સતત ઊંચો જ લઈ જાય. એવામાં બાયોમેડિકલ એન્જિનિયરિંગ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
વિકસી રહેલું ક્ષેત્ર
હેલ્થકેર સેક્ટરમાં થઈ રહેલી પ્રગતિને કારણે બાયોમેડિકલ ક્ષેત્ર પણ વિકાસ કરી રહ્યું છે. દેશ-વિદેશના હેલ્થ એક્સપર્ટ આ ટેકનિકને મહત્ત્વ આપી રહ્યાં છે. તેના માટે મોટી સંખ્યામાં મેડિકલ પ્રોફેશનલની જરૂર પડે છે. જરૂરિયાતને જોતાં દેશની મુખ્ય હોસ્પિટલોમાં બાયોમેડિકલ ડોક્ટર અને મેડિકલ સાયન્ટિસ્ટને નોકરી પર રાખવામાં આવી રહ્યા છે. જો તમે પણ બાયોમેડિકલ સાથે સંબંધિત કોઈ કોર્સ કરી લો તો કારકિર્દીની ઊંચાઈઓને આંબી શકો છો. બાયોમેડિકલ એન્જિનિયરિંગ એટલે કે બીએમઈ મિકેનિકલ એક ઉભરતી શાખા છે. આ ક્ષેત્રનો સંબંધ ઈક્વિપમેન્ટના પ્રોડક્શન સાથે છે. એક્સપર્ટ એવા ઈક્વિપમેન્ટની ડિઝાઈન અને નિર્માણ કરે છે, જે ક્લિનિકલની દૃષ્ટિએ ઉપયોગી હોય. ક્લિનિકલ કમ્પ્યુટર્સ, આર્િટફિશ્યલ હાર્ટ, કોન્ટેક્ટ લેન્સ, વ્હીલ ચેર વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. આજે મેડિકલ સાયન્સના ક્ષેત્રમાં જીન અને ટિશ્યૂ મેનિપુલેશન, કૃત્રિમ અંગોનું નિર્માણ, લાઈફ સેવિંગ ઈક્વિપમેન્ટ અને મેડિકલ ઈમેજિંગ વ્હિલ (જેમ કે, એમઆરઆઈ, સીટી સ્કેન અને સોનોગ્રાફી) વગેરે બાયોમેડિકલ એન્જિનિયરિંગની જ કમાલ છે.
યોગ્યતા
* બાયોમેડિકલ એન્જિનિયર બનવા માટે બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કરવું જરૂરી છે. જેમાં ગ્રેજ્યુએશન લેવલ પર એડમિશન મેળવવા માટે મેથ્સ અથવા બાયોલોજી ગ્રુપ સાથે ઓછામાં ઓછા ૫૫ ટકા ગુણ સાથે બારમું ધોરણ પાસ હોવું જરૂરી છે.
* એડમિશન મેળવવા માટે પ્રવેશ પરીક્ષા આપવી પડે છે. પ્રવેશ પરીક્ષામાં પાસ થયા પછી જ પ્રવેશ મળે છે. બીએમઈમાં પીજી પણ કરી શકાય છે.
વ્યક્તિગત ગુણ
* બાયોમેડિકલ એન્જિનિયર બનવા માટે લાઈફ સાયન્સ પ્રણાલી તથા ટેકનિકમાં રસ હોવો જોઈએ.
* એન્જિનિયરિંગની ઉત્તમ જાણકારી હોવી જોઈએ.
* લખવા અને વાત કરવાની કળા તથા બાયોલોજીમાં રુચિ હોવી જરૂરી છે.
* આ સિવાય ટીમના સભ્ય બનીને કામ કરવાની ધગશ હોવી જોઈએ.
* વિશ્લેષણાત્મક વિચારસરણી હોવી જોઈએ.
કામકાજ કેવું હોય છે?
* આ ક્ષેત્રમાં સામાન્ય મેડિકલ ક્ષેત્ર અને અન્ય મેડિકલ પ્રોફેશનલ્સથી અલગ કામ હોય છે.
* બાયોમેડિકલ એન્જિનિયર રિસર્ચ (સંશોધન)ને સરળ બનાવવા માટે ઈક્વિપમેન્ટ, સિસ્ટમ અને પ્રોસેસ ડેવલપ કરે છે અને દરરોજ તેની સાર-સંભાળ રાખે છે.
* આ સિવાય તેઓ કોઈ ઈમરજન્સી બ્રેકડાઉન અને મેન્ટેનન્સ સંબંધી સમસ્યાઓ થવાથી ખરાબ થઈ ગયેલા ઈક્વિપમેન્ટની મરામત કરે છે.
* આ ક્ષેત્રના એક્સપર્ટ બીમારી, તેની સાથે જોડાયેલી યોગ્ય દવા અને મનુષ્યના સ્વાસ્થ્ય સંબંધી અન્ય વિષયો પર સતત સંશોધન કરતા રહે છે.
પગારધોરણ
બાયોમેડિકલ એન્જિનિયરના ક્ષેત્રમાં પગાર સારો મળતો હોય છે. જોકે પગારનો આધાર કંપની અને કામકાજના પ્રકાર પર હોય છે.
* જેઓ પ્રાઈવેટ હોસ્પિટલ્સ અને ક્લિનિકમાં કામ કરે છે તેઓ મહિને આશરે ૧૫થી ૨૫ હજાર રૂપિયા જેટલો પગાર મેળવે છે.
* જ્યારે રિસર્ચ અને ટ્રેનિંગ ઈન્સ્ટિટયૂટ્સમાં આશરે ૧૫થી ૨૫ હજાર રૂપિયા પ્રતિમાસ પગાર મળે છે.
* જે પ્રોફેશનલ્સ મેડિકલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં નોકરી કરતા હોય તેમને મહિને આશરે ૨૫થી ૩૦ હજાર પગાર મળે છે.
કોર્સ ફી
વિવિધ ખાનગી અને સરકારી સંસ્થાઓમાં જુદાં-જુદાં કોર્સ ચાલતા હોય છે. આ કોર્સનો સમયગાળો ચાર વર્ષ સુધીનો હોઈ શકે છે. દરેક સંસ્થાઓમાં ફીનું ધોરણ કોર્સ અને સમયગાળા પ્રમાણે અલગ-અલગ હોય છે. તેમ છતાં પણ ર્વાિષક ફી આશરે ૩૦થી ૭૦ હજાર જેટલી હોય છે.
વિવિધ કોર્સ
વિવિધ ઈન્સ્ટિટયૂટ્સમાં બાયોમેડિકલ એન્જિનિયરિંગને સંલગ્ન કોર્સ ચાલતા હોય છે. જે આ પ્રમાણે છે.
બીઈ બાયોમેડિકલ એન્જિનિયરિંગ.
બીટેક બાયોલોજિકલ સાયન્સ એન્ડ બાયોએન્જિનિયરિંગ.
બીટેક બાયોમેડિકલ એન્જિનિયરિંગ.
બીટેક બાયોમેડિકલ ઈન્સ્ટ્રૂમેન્ટેશન.
એમઈ બાયોમેડિકલ એન્જિનિયરિંગ.
એમટેક બાયો એન્જિનિયરિંગ.
એમટેક બાયોલોજિકલ સાયન્સ એન્ડ બાયો એન્જિનિયરિંગ.
એમટેક બાયોમેડિકલ એન્જિનિયરિંગ.
એમટેક બાયોમેડિકલ ઈન્સ્ટ્રૂમેન્ટેશન.
શૈક્ષણિક સંસ્થાઓ
ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી, અમદાવાદ.
આઈઆઈટી, કાનપુર, મુંબઈ.
બનારસ હિન્દુ યુનિવર્સિટી, યુપી.
ઓસ્માનિયા યુનિવર્સિટી, હૈદરાબાદ.
જાધવપુર યુનિવર્સિટી
નોકરી ક્યાં મળશે?
જેમ-જેમ નવી હોસ્પિટલો ખૂલી રહી છે અને મેડિકલ ટૂરિઝમનો કોન્સેપ્ટ વધી રહ્યો છે, તેમ તેમ બાયોમેડિકલ એન્જિનિયરોની માંગ વધી રહી છે. ભારત મેડિકલ ઈક્વિપમેન્ટ્સના નિર્માણનું ઈન્ટરનેશનલ હબ બની રહ્યું છે. તેને કારણે પ્રોફેશનલોની જરૂરિયાત અનુભવાઈ રહી છે. બાયોમેડિકલ એન્જિનિયરને નીચેનાં ક્ષેત્રોમાં સારા પગારની નોકરી મળી શકે છે.
* મેડિકલ ઈક્વિપમેન્ટ પ્રોડક્શન, ઓર્થોપેડિક એન્જિનિયરિંગ, મોલિક્યુલર અને ટિશ્યુ એન્જિનિયરિંગ વગેરે.
* તેઓ કોર્પોરેટ ક્ષેત્રમાં પણ વિવિધ પદ પર કામ કરી શકે છે.
* ખાનગી તથા સરકારી ક્ષેત્રની હોસ્પિટલ્સમાં કામ મળી શકે છે.
* પ્રોસ્થેટિક્સ, કૃત્રિમ અંગ, લિમ્બ્સ, હિપ્સ અને અન્ય અંગ બનાવનારી કંપનીઓમાં પણ સારા પગારની નોકરી મેળવી શકે છે.
* લેબ સુપરવિઝન અને મશીનોને લગાવવા જેવા કામમાં બીએમઈની મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
* તેઓ સિનિયર રિસર્ચર (સંશોધકો)ની સાથે જોડાઈને પણ કામ કરી શકે છે.
* બાયોમેડિકલ એન્જિનિયરિંગનું શિક્ષણ આપતી ઇન્સ્ટિટયૂટ્સ અને સંસ્થાઓમાં ટીચિંગનું કામ કરી શકે છે.
* ઘણી દેશ-વિદેશની કંપનીઓ તેમને યોગ્યતાને આધારે પોતાના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગ, સેલ્સ તથા માર્કેટિંગ વિભાગમાં પણ કામ આપે છે.