Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 01:10:01 PM IST
 

Guidance

Apr 01, 2012 Supplements > Career
 
comment     E-Mail     Print    
 
Viewed: 746
Rate: 5.0
Rating:
Bookmark The Article

ફાયનાન્સિયલ એનાલિસ્ટ કેવી રીતે બનશો?

ફાયનાન્સિયલ એનાલિસ્ટ બનવા માટે કોમર્સ વિષયનું બેકગ્રાઉન્ડ હોવું જરૂરી છે. બારમા ધોરણમાં ગણિત વિષય તેમના માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. ક્વોલિફાઇડ ફાયનાન્સિયલ એનાલિસ્ટ માટે અમેરિકામાં કોર્સ થઈ શકે છે જે બે વર્ષનો હોય છે. ત્યારબાદ ડિગ્રી મળે છે. ભારતમાં ઘણી યુનિવર્સિટી બે વર્ષનો અંડરગ્રેજ્યુએટ કોર્સ કરાવે છે. તેના માટે કોમર્સની બેચલર ડિગ્રી હોવી જરૂરી છે. સીએ, કોર્સ એન્ડ વર્ક એકાઉન્ટ્સ, કંપની સેક્રેટરી અથવા એમબીએવાળા લોકોને આ ડિગ્રી એક વર્ષમાં મળી શકે છે. ચાર વર્ષનો કામકાજનો અનુભવ હોવો જરૂરી છે. જોકે તેમાં પાર્ટટાઇમ અથવા ઇન્ટર્નશિપનો અનુભવ માન્ય ગણાતો નથી.

ક્યાં ભણશો

સ્કૂલ ઓફ કોમર્સ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.

બિરલા ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સિસ, પિલાની.

ઝેવિયર ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ, ભૂવનેશ્વર.

નરસી મોન્જી ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, મુંબઈ.

ફાયદા અને નુકસાન
સારો પગાર મળે છે.
બૌદ્ધિક તથા રસપ્રદ વિષય છે.
હાઈપ્રેશર એટલે કે તણાવ રહે છે.
મોડે સુધી કામ કરવું પડે છે.

પડકારરૂપ તથા ખૂબ જ હરીફાઈ ધરાવતું કાર્યક્ષેત્ર છે. 

શૈક્ષણિક યોગ્યતા

* એક સારા ફાયનાન્સિયલ એનાલિસ્ટ બનવા માટે એકાઉન્ટન્સિના વિષયમાં મહારત મેળવેલી હોવી જોઈએ, એટલે કે કોમર્સનું બેકગ્રાઉન્ડ હોવું જરૂરી છે.

* ગણિતનું જ્ઞાન હોવું પણ જરૂરી છે અને તો જ જુદાં-જુદાં ક્ષેત્રના આંકડાઓનું અધ્યયન કરવામાં સરળતા પડશે.

* તેમનામાં આર્થિક વિશ્લેષણ કરી શકવાની ક્ષમતા પણ હોવી જોઈએ.

* રોકાણ કરવાની સમજણ અને તેમાં રસ કે રુચિ હોવી જોઈએ.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com