મહેસાણા, તા.૧
ખેરાલુ તાલુકાના ડાલીસણાના અમૃતભાઈ પશાભાઈ રાવત તેમનાં પત્ની ભાવનાબેન અને બે પુત્રો સાથે શુક્રવાર સાંજે બાદરપુરાથી છકડામાં બેસી ડાલીસણા આવી રહ્યાં હતાં. દરમ્યાન અરઠી સીમમાં હાઈવે પર કૂતરાના મૃતદેહ પર છકડાનું ટાયર આવી જતાં ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં ભાવનાબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના બે પુત્રોને શરીરે ઈજાઓ થતાં ખેરાલુ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે વિસનગર સરકારી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. અકસ્માત સર્જી છકડાનો ચાલ ફરાર થઈ ગયો હતો. આ અંગે અમરતભાઈ રાવતે ખેરાલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.