અમદાવાદ 1, એપ્રિલ
તારીખ : ૨ એપ્રિલ ૨૦૧૧. સ્થળ : વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ. શ્રીલંકાનો નુવાન કુલાસેકરા બોલિંગમાં છે અને ભારતને જીતવા ૧૧ બોલમાં ૪ રનની જરૃર. મહેન્દ્રસિંહ ધોનીએ લોંગઓન ઉપર સિક્સર, જેની સાથે જ દેશના કરોડો ક્રિકેટપ્રેમીઓના ચહેરા ઉપર ચક્રવર્તી બનેલા રાજા જેવું સ્મિત અને આંખમાં હરખનાં આંસુ હતાં. ભારતીય ટીમે દેશને ક્રિકેટ વર્લ્ડકપ અપાવ્યો તે યાદગાર પ્રસંગને આજે એક વર્ષ થયું છે. મહેન્દ્રસિંહ ધોનીએ વર્લ્ડકપ ઊંચક્યો એ સાથે જ દેશના ક્રિકેટપ્રેમીઓએ પૂરી રાત જશ્ન મનાવ્યો હતો. અપરિચિત હોય તેને ભેટીને પણ આપણે વિજયની ઉજવણી કરી હતી. ભારત વર્લ્ડકપ જીતે એ માટે કેટલાકે તો બાધા માની હતી તો કેટલાક આપણી ટીમ ચેમ્પિયન બની તો મીઠાઇ વેચવા નીકળી પડયા હતા. ભારતમાં જાણે એ દિવસે દિવાળી, ઇદ, ક્રિસમસની એક સાથે ઉજવણી થઇ. મોટેરા ખાતે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની સામે વિજય બાદ યુવરાજસિંહની ગર્જના, સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે વિજય બાદ સ્ટેડિયમમાં ઉપસ્થિત વડાપ્રધાન મનમોહનસિંહ-સોનિયા ગાંધી જેવા વીવીઆઇપીના ચહેરા પર સામાન્ય ક્રિકેટપ્રેમી જેવો જ હરખ, ફાઇનલમાં કુલાસેકરાની બોલિંગમાં મહેન્દ્રસિંહ ધોનીએ ફટકારેલી વિનિંગ સિક્સર... આ તમામ ક્ષણ જાણે હમણાં જ આંખના પડદા ઉપરથી પસાર થઇ હોય તેમ જણાય છે. આપણા દેશના રમતપ્રેમીઓ માટે કેટલીક ઘટનાને કદી પણ ભૂલી શકાશે નહીં, જેમાં ૧૯૮૩, ૨૦૧૧નો વન-ડે વર્લ્ડકપ, ૨૦૦૭નો ટ્વેન્ટી૨૦ વર્લ્ડકપ, અભિનવ બિન્દ્રાનો ઓલિમ્પિક્સમાં ગોલ્ડ... એ આ પૈકીની કેટલીક ઘટના છે.
૧ એપ્રિલ ૨૦૧૧ સુધી આપણે માત્ર બીસીસીઆઇની સત્તાને કારણે સુપર પાવર હતા અને હવે ક્રિકેટની રમતને કારણે ખરા અર્થમાં સુપર પાવર બન્યા. આજે આપણા વર્લ્ડચેમ્પિયન બન્યાના એક વર્ષનાં સંસ્મરણો તાજાં કરીએ, આ સાથે વર્ષ દરમિયાન આપણાં પ્રદર્શનનાં લેખાં-જોખાં ઉપર પણ નજર કરીશું.....
વર્લ્ડકપ-૨૦૧૧ પછી કઈ ટીમનો કેવો દેખાવ ?
|
ટીમ
|
વન-ડે
|
જીત
|
હાર
|
ટાઇ/રદ
|
|
ભારત
|
૩૧
|
૧૭
|
૧૧
|
૨/૧
|
|
ઓસ્ટ્રેલિયા
|
૨૭
|
૧૬
|
૧૦
|
૧/૦
|
|
શ્રીલંકા
|
૩૫
|
૧૩
|
૨૧
|
૧/૦
|
|
પાકિસ્તાન
|
૨૭
|
૧૯
|
૮
|
૦/૦
|
|
ઇંગ્લેન્ડ
|
૨૦
|
૧૧
|
૭
|
૧/૧
|
|
દ. આફ્રિકા
|
૧૧
|
૭
|
૪
|
૦/૦
|
|
વેસ્ટ ઇન્ડીઝ
|
૨૩
|
૯
|
૧૩
|
૧/૦
|
|
ન્યૂઝીલેન્ડ
|
૯
|
૫
|
૪
|
૦/૦
|
|
બાંગલાદેશ
|
૧૮
|
૫
|
૧૩
|
૦/૦
|
વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી કઈ શ્રેણીમાં કેવો દેખાવ
તારીખ શ્રેણી વન-ડે ભારત માટે પરિણામ
|
જૂન,૨૦૦૧
|
વિન્ડીઝપ્રવાસે
|
૫
|
૩-૨થી વિજય
|
|
સપ્ટેમ્બર,૨૦૧૧
|
ઇંગ્લેન્ડપ્રવાસે
|
૫
|
૩-૦થી પરાજય
|
|
ઓક્ટોબર, ૨૦૧૧
|
ઇંગ્લેન્ડ સામે ઘરમાં
|
૫
|
૫-૦થી વિજય
|
|
ઓક્ટોબર, ૨૦૧૧
|
વિન્ડીઝ સામે ઘરમાં
|
૫
|
૪-૧થી વિજય
|
|
ફેબ્રુઆરી, ૨૦૧૨
|
ઓસી.માં ત્રિકોણીય
|
૮
|
૩માં જીત, ૪માં હાર, ૧ ટાઇ
|
|
માર્ચ, ૨૦૧૨
|
એશિયા કપ
|
૩
|
૨મા જીત, ૧મા હાર
|
વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછીનાં એક વર્ષમાં કોનો કેવો દેખાવ ?
|
ચેમ્પિયન
|
વર્ષ
|
વન-ડે
|
જીત
|
|
|
વેસ્ટ ઇન્ડીઝ
|
૧૯૭૫
|
૧
|
૦
|
|
|
વેસ્ટ ઇન્ડીઝ
|
૧૯૭૯
|
૧૨
|
૬
|
|
|
ભારત
|
૧૯૮૩
|
૯
|
૪
|
|
|
ઓસ્ટ્રેલિયા ૧૯૮૭
|
૧૨
|
૧૦
|
|
|
|
પાકિસ્તાન
|
૧૯૯૨
|
૩૨
|
૧૨
|
|
|
શ્રીલંકા
|
૧૯૯૬
|
૧૬
|
૯
|
|
|
ઓસ્ટ્રેલિયા
|
૧૯૯૯
|
૨૭
|
૨૧
|
|
|
ઓસ્ટ્રેલિયા
|
૨૦૦૩
|
૩૨
|
૨૪
|
|
|
ઓસ્ટ્રેલિયા
|
૨૦૦૭
|
૨૦
|
૧૧
|
|
|
ભારત
|
૨૦૧૧
|
૩૧
|
૧૭
|
|