Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 09:31:04 AM IST
 

દક્ષિણ ગુજરાતમાં આગઝરતી ગરમી

Apr 02, 2012 Surat > Surat City
 
comment     E-Mail     Print    
 
Viewed: 663
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત, નવસારી, વલસાડ, તા. ૧

ઉનાળાના આરંભ સાથે જ જાણે સૂરજદાદા દક્ષિણ ગુજરાત પર કોપાયમાન થયા હોય તેમ અગનવર્ષા છોડી રહ્યા છે. રવિવારે દક્ષિણ ગુજરાતના લોકોને શેકાવાનો વારો આવ્યો હતો. ખાસ કરીને સુરતમાં એક દિવસમાં તાપમાનમાં ધરખમ વધારા સાથે ચાલુ સિઝનનું સૌથી વધારે ૪૦.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

  • નવસારીમાં ૪૦.૫ અને વલસાડમાં ૩૭ ડિગ્રીને કારણે લોકો ત્રસ્ત
  • ગરમ પવનોએ લોકોને રીતસર દઝાડયા, બપોરે રસ્તાઓ સૂમસામ
  • સુરત અને નવસારી ૪૦ ડિગ્રીને પાર

જ્યારે નવસારીમાં ૪૦.૫ અને વલસાડમાં ૩૭.૦ ડિગ્રી નોંધાતા આ બન્ને શહેરોમાં પણ સ્થિતિ વિકટ જ રહી હતી. નોંધનીય છે કે, સુરત અને વલસાડમાં એક જ દિવસના ટૂંકાગાળામાં ૫ ડિગ્રી સુધીનો વધારો નોંધાયો હતો. ગરમીની સાથે વાતા ગરમ પવનોએ લોકોને દઝાડયા હતા અને બપોરે રસ્તાઓ સૂમસામ થઇ ગયા હતા.સુરતમાં ઉનાળાની ચાલુ મોસમમાં રવિવારે અત્યાર સુધીનું ગરમીનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. રવિવારે ૯ કિ.મી. પ્રતિ કલાકની ગતિથી ફૂંકાયેલા પવન વચ્ચે મહત્તમ તાપમાન ૪૦.૬ ડિગ્રી નોંધાતા બપોરના સમયે રીતસર લૂ જેવી ગરમીનો અનુભવ કરાયો હતો. સુરતમાં શનિવારે નોંધાયેલા ૩૩.૮ ડિગ્રીની સરખામણીએ તાપમાનમાં એકાએક વધારો થતા વાતાવરણમાં બફારો, આકરા તાપનો અનુભવ થવા પામ્યો હતો. દરમિયાન સુરતમાં હવામાં ભેજનું પ્રમાણ માત્ર ૨૯ ટકા અને હવાનું દબાણ ૧૦૦૭.૭ મિલિબાર રહ્યું હતું. આ સિવાય સવારે ૮.૩૦ વાગ્યે ૨૬.૬ ડિગ્રી, બપોરે ૧૧.૩૦ વાગ્યે ૩૪.૬, બપોરે ૨.૩૦ વાગ્યે ૩૯.૮ અને સાંજે ૫.૩૦ વાગ્યે ૩૮.૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે, વહેલી સવારે અને રાત્રે વાતાવરણમાં નોંધપાત્ર ઘટાડો થતો હોઇ પારો ગગડીને ૨૨ ડિગ્રી સુધી ઊતરી પડતા રાત્રિનું વાતાવરણ સામાન્ય રહેવા પામ્યું હતું.

વલસાડમાં પણ ચાલુ વર્ષે ઉનાળો વધુ આકરો સાબિત થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. વલસાડમાં શનિવારે મહત્તમ તાપમાનનો પારો ૩૨.૯ ડિગ્રી પર પહોંચ્યો હતો, જેની સરખામણીએ રવિવારે ૪.૧ ડિગ્રીનો વધારા સાથે તાપમાનનો પારો ૩૭.૦ ડિગ્રી પર પહોંચ્યો હતો. જ્યારે પવનની ગતિ ૬ કિલોમિટર પ્રતિ કલાક અને ભેજનું પ્રમાણ ૫૯ ટકા રહ્યું હતું. આમ, છેલ્લા બે અઠવાડિયાથી સૂર્યનારાયણે આકરો મિજાજ બતાવવાનું શરૂ કર્યુ છે. રવિવારે તાપમાનમાં એકાએક પાંચ ડિગ્રીથી વધુનો વધારો નોંધાવાને કારણે રવિવારે રજાના દિવસે લોકોએ બપોરે ઘરમાં જ પુરાઇ રહેવાનું મુનાસીબ માન્યું હતું.

ઉપરાંત, ધોમધખતા તાપને કારણે મહિલાઓએ મોઢા પર બુકાની બાંધીને બહાર નીકળવાનું પસંદ કર્યું હતું. ગરમી વધવાની સાથે ભેજનું પ્રમાણ પણ ઘટયું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શનિવારે કાળઝાળ ગરમી વર્તાઇ હતી, જેમાં ખાસ કરીને સુરતમાં એક દિવસમાં ૬.૮ ડિગ્રીના વધારો થતા શહેરીજનો હેરાન થઇ ગયા હતા.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com