રાજકોટ, તા.૧ :
મર્યાદા પુરૃશોતમ ભગવાન રામના જન્મોત્સવની શાનદાર ઉજવણી સમગ્ર સૌરાષ્ટ્રમાં કરવામા આવી હતી અને અનેક ગામોમાં વિવિધ ફલોટસ સાથેની શોભાયાત્રાઓ નીકળી હતી, જયારે રામમંદિરોમાં અન્ય ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મંદિરોમાં સમૂહપ્રસાદ પણ રાખવામાં આવ્યા હતા.
- વિવિધ ફલોટસ સાથેની શોભાયાત્રાઓ નીકળી : રામ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા
બાબરા : બાબરા તથા તાલુકાના દરેક ગામોમાં રામજીમંદિરોમાં આજે બપોરે રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી અને મંદિરોમાં પંજરીની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું
ધારી : ધારીમાં વિહીપ અને ધર્મપ્રેમી જનતા દ્વારા રામજીમંદિરથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં વિવિધ ફલોટસ રાખવામાં આવ્યા હતા. આ શોભાયાત્રા જે રૃટ પર ફરી હતી તે રૃટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને વેપારીઓએ બપોર બાદ ધંધા-રોજગાર બંધ રાખી શોભાયાત્રામાં જોડાયા હતા
ખંભાળીયા : જામખંભાળીયામાં રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને તેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાયા હતા
ધ્રોલ : ધ્રોલ ખાતે આજરોજ રામનવમી પર્વની ઉજવણી હિંદુ ઉત્સવ સમિતિ દ્વારા કરવામા આવી હતી, સવારે ૧૦ વાગ્યે શ્રી આંબાભગતની જગ્યાએથી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી જે શોભાયાત્રા શહેરના મોરબીના કાપસતવારા ચોરા પાસેથી જોડીયાનાકા તથા જોડીયા રોડ પરથી પસાર થઈ ગાંધીચોક ખાતે આવેલ અને ત્યાંથી પ્રસ્થાન થયેલી જગ્યાએ પરત આવેલ હતી. આ યાત્રામાં મોટી સંખયામાં લોકો જોડાયા હતા
અમરેલી : આજે અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લાભરમાં ભગવાન શ્રીરામની જન્મજયંતિ ઉજવાઈ હતી. આજે રામનવમીના પાવનપર્વના દિવસે જિલ્લાભરના નાના-મોટા રામજી મંદિરને શણગારવામાં આવ્યા હતા. બપોરે મહાઆરતી કરી છપ્પનભાગનો પ્રસાદ ચડાવવામાં આવ્યો હતો
ગોંડલ : ભગવાનશ્રી રામજીના જન્મદિન પ્રસંગે શહેરના રામજીમંદિર ખાતે સવારે સુંદરકાંડના પાઠનું વાંચન ચિત્રકુટના શ્રી શ્યામસુંદરદાસજીના હસ્તે કરાયું હતું. બપોરે ૧૧ કલાકે મહાઆરતી પુ.હરિચરણદાસજી મહારાજના હસતે કરાઈ હતી
સાવરકુંડલા : સાવરકુંડલામાં આજે રામનવમીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં રાજકીય, સામાજિક, અને સંગઠનના યુવાનો જોડાયા હતા. આ વર્ષે શહેર ઉપરાંત બહારગામથી હજારો લોકો શોભાયાત્રામાં જોડાયા હતા
ભાટીયા : ભાટીયામાં કલ્યાણજી મંદિરથી સાંજે ચાર વાગ્યે ભગવાન શ્રીરામના જન્મોત્સવની શાનદાર ઉજવણી કરવામા આવી હતી.આ તકે વિશાળ શોભાયાત્રા નિકળી હતી જે શહેરના મુખ્યમાર્ગા પર ફરી હતી
મોરબી : મોરબીમાં કૌશલ્યાનંદન અને મર્યાદાપુરૃષોતમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ ધર્મોલ્લાસભેર ઉજવાયો હતો. સવારેથી જ રામમંદિરોમાં પૂજા - અર્ચના સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા બાદ સાંજે નિકળેલી શોભાયાત્રામાં જય શ્રીરામનો જય ઘોષ ગુંજયો હતોમોરબીમાં ભગવાન શ્રી રામના જન્મોત્સવને વધાવવા શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને રામ મંદિરોને ધજાકા, પતાકા તથા રંગબેરંગી રોશનીથી ઝળહળતા કરાયા હતા અને વહેલી સવારથી રામનવમી નિમિત્તે ભગવાન રામના દર્શન કરવા રામમંદિરોમાં ભાવિકોની ભીડ જામી હતી. તેમજ મંદિરોમાં મહાપૂજા, મહાઆરતી, સત્સંગ, સુંદરકાંડ, પાઠ, રામધુન, ચોપાઈ ગાન સહિતના ધાર્મિક વિધી વિધાનના કાર્યક્રમો યોજાયા હતા.
જેતપુર : રામજી કી નીકલી સવારી... એક તરફ સીતાજી એક તરફ લક્ષમણજી બીચ મેં જગત કે પાલનહારી શ્રી રામજીના જન્મોત્સવ નીમીતે પરંપરાગત રીતે અત્રેના ભાદર નદીના કીનારે આવેલ નૃસીંહ મંદિર ખાતેથી આજે બપરે ૪ વાગ્યે ભવ્ય શોભાયાત્રાનો મોટી હવેલીના વૈષ્ણવાચાર્ય બાલકૃષ્ણલાલજી મહારાજે પ્રસ્તાન કરાવ્યું હતું. આ શોભાયાત્રા વાજતે- ગાજતે મોટાચોક, એમ.જી.રોડ, સ્ટેન્ડ ચોક, તીનબતી ચોક, ચાંદની ચોક, ફુલવાડી થઈ ભાદર નદીના કિનારે આવેલ આ શોભાયાત્રાના સ્થાપક રમાનંદજી મહારાજની સમાધી સ્થાને ધર્મસભા રૃપમાં ફેરવાઈ ગઈ હતી. આ શોભાયાત્રા દરમીયાન અનેક મંડળો દ્વારા આકર્ષક ફલોટસો(ઝાખી) બનાવ્યા હતા.