રાજકોટ તા.૧
તા.૧લી એપ્રિલથી પડધરી ધ્રોલ અને વાડીનાર તેમજ વનાણા ડુમિયાણી ટોલનાકાઓ અને વાકાનેર નજીકના ટોલનાકામાં ટોલ દરમાં પ્રવર્તમાન ટોલ દરમાં વધારો લાગુ પાડી દીધો છે. ટોલનાકાઓ આડકતરી રીતે લૂંટ નાકાઓ બની રહયા છે. એમાંયે બી.ઓ.ટીના ધોરણે હાઈવે બનવા લાગતા ટોલનાકાઓ લાંબા સમય સુધી જનતાનો કેડો નહી છોડે ! રાજકોટ પોરબંદર વચ્ચે આવતા ભરૃડી પીઠડિયા ટોલનાકા ૨૦૨૫ સુધી અને ડુમિયાણી વનાણા ૨૦૧૯ સુધી ચાલુ રહેશે અને એ પછી ય બંધ થશે એમ સમજવુ વહેલુ ગણાશે.
- હવે ટોલટેકસને ‘હોલસેલ ઈન્ડેકસ’ સાથે જોડી દેવાયો દર વર્ષે દર વધવાના જ !
સરકાર ઈચ્છે તો આ અવધિ લંબાવી દેશે. એટલે લોકોએ ટોલટેકસ ભરવા માટે ઉંડા શ્વાસ સાથે લાંબા સમય સુધી સહન કરતા રહેવુ પડશે. એમાં યે ટોલટેકસને ‘હોલસેલ ઈન્ડેકસ’ સાથે જોડી દેવાયો છે. જેથી મોંઘવારી ભાવાંક વધે એટલે ટોલ ટેકસ પણ વધતો જ રહે.એવી વ્યવસ્થા ગોઠવી લીધી છે. એક વાતની બધાએ નોંધ લેવી પડે એમ છે કે ડબલ ટ્રેક રોડ પર લોકોની સલામતી ઘટી રહી હતી ત્યારે ફોરટ્રેક અને સિકસ લેન રોડની યોજનાઓ લોકો માટે ફાયદાકારક બની છે. એ માટે ટોલ ટેકસ લેવાય એ પણ વાજબી છે પણ એના જે દર લેવાય છે એ ગેરવ્યાજબી છે. વાહનોની દિનપ્રતિદિન સંખ્યા વધતી જાય છે.
ત્યારે ટોલટેકસ બધા વચ્ચે મોટી સંખ્યામાં રોજ ભરપાઈ કરવાથી ડીવાઈડેડ બની જાય છે એટલે ટોલ ટેકસ ઘટવો જોઈએ. પણ ટોલટેકસ વાહનો વધવાની સાથે મલ્ટીપ્લાય બની રહયો છે. જેવી રીતે ચીજવસ્તુઓને એમસીએકસમાં ભેળવી દેવાય અને એમાં સટ્ટો રમાય ત્યારે ભાવમાં ઉછાળો આવે એમ ટોલનાકાઓને પણ મેલી મુરાદ સાથે ‘હોલસેલ ઈન્ડેકસ’ સાથે જોડી દેવાયો છે. મોંઘવારી વધે એટલે ટોલટેકસ પણ વધે ! જેમાં કોન્ટ્રાકટરને કે ઠેકેદારને બખ્ખા થઈ જાય છે. આ ટેકસની રકમમાંથી ચાર ચાર વાર રસ્તા બની શકે એમ છે. પણ લોકોનું ‘ઠંડે કલેજે લોહી ચુસવાનું’ હરગીજ બંધ નહીં થાય..ટોલટેકસ સાથે સંકળાયેલા એક પ્રવકતાના જણાવ્યા મુજબ રાજકોટ પોરબદર વચ્ચે અને રાજકોટ જામનગર વચ્ચે આવતા ચાર ચાર ટોલનાકાએ લોકોએ ખિજાઈને કે ખુશીથી ‘દક્ષિણા’ આપવી પડે છે. એ એક બે વર્ષમાં સમાપ્ત થવાની નથી.ટોલટેકસ ઠેકેદારો માટે દૂઝણી ગાય બની ગઈ છે.સવલતવૃદ્ધિના નામે !..
વિરોધ કરે એને ચૂપ કરી દીધા, એને ટોલટેકસમાંથી મુકિત
રાજકોટ : સામાન્ય રીતે દેશ નેતાઓ સાંસદો ધારાસભ્યો, અધિકારીઓ અને વિશિષ્ટ વ્યકિતઓ સૌ પ્રથમ દેશના નાગરિક છે. અને વિશિષ્ટ વ્યકિત પછી છે.જે કાયદાઓ જનતાને લાગુ પડે છે એ કાયદાઓ એને પણ લાગુ પડે જ .. ટોલટેકસમાં એ લોકોને પહેલા આવરી લેવા જોઈએ. અને એને છોડવા ન જોઈએ કારણ કે એ પણ હવે’ પગારદાર’ અને પેન્શન મેળવવા હકકદાર બની ગયા છે. પણ એ બધા, નેતાઓ વિરોધ કરે અને ટોલટેકસની ભકિત ન ચાલવા દે એ માટે એમને જાણે કે ચૂપ રાખવા ટોલટેકસમાંથી બાકાત રાખ્યા છે. બાકીની ‘લાચાર’ પ્રજાને કરવેરો ભરવા લાચાર બનાવી દેવાઈ છે.