Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 01:41:49 AM IST
 

રેલવેના સિનિયર ડિવિ. એન્જિનિયર સામે આરટીઆઈ હેઠળ માહિતી મંગાઈ

Apr 02, 2012 Gujarat > Bhavnagar
 
comment     E-Mail     Print    
 
Viewed: 308
Rate: 0
Rating:
Bookmark The Article

ભાવનગરતા.૧

ભાવનગર રેલવે ડિવિઝનના સિનિયર ડિવિઝનલ એન્જિનિયર સામે પ્રશ્ચિમ રેલવે કર્મચારી પરિષદ દ્વારા આરટીઆઈ હેઠળ માહિતી માંગવામા આવતા રેલવે કર્મચારીઓમાં તરેહ-તરેહની વિવિધ ચર્ચાઓ થઈ રહી છે.ભાવનગર રેલવે ડિવિઝનના સિનિયર ડિવિઝનલ એન્જિનિયર રાજેશ જયસ્વાલ, કેન્દ્ર સરકારના નિયમોને નેવે મુકીને રેલવેની પ્રિમાઈસમાં ધાર્મિક ફોટા રાખતા હોવાનું રેલવેના કર્મચારીઓમાં ચર્ચાઈ રહ્યુ છે.

  • રેલવે અધિકારી અને કર્મચારીઓમાં તરેહ-તરેહની ચર્ચા

રેલવેની પ્રિમાઈસમાં ધાર્મિક ફોટા રાખવાની બાબત સરકારના ડાયરેકશનની વિરૂધ્ધ છે.આ ઉપરાત આ સિનિયર ડિવિઝનલ એન્જિનિયર રાજેશ જયસ્વાલ રેલવેના કાગળો પર પર ધાર્મિક નોંધ મુકતા હોવાનો આક્ષેપ રેલવેના કર્મચારીઓએ કર્યો છે.જેને પગલે પશ્ચિમ રેલવે કર્મચારી પરિષદ(પીઆરકેપી) દ્વારા આ અંગે રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટ હેઠળ માહિતી માંગવામાં આવી છે.જેની અરજી રેલવેના હેડકવાર્ટર સુધી પહોચી ગઈ હોવાનું જાણવા મળ્યુ છે.હાલમા અપીલના લેવલે મામાલો ચાલી રહ્યો છે.રેલવેના સિનિયર ડિવિઝનલ એન્જિનિયરની આ પ્રકારની પ્રવૃતિ રેલવેના અધિકારીઓ અને રેલવેના કર્મચારીઓમા ચર્ચના ચકડોળે ચડી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com